SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। આ શ્લોક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગળાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાના પરમાગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે ‘‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર સીમંધરસ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદિનાથે ( કુંદકુંદાચાર્યદેવે ) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કે જાણત ?'' બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃઘ્રપિચ્છાચાર્ય એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધ૨ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ ( ભગવાન કુંદકુંદાચાર્યદેવ ) તેમણે રચેલા આ પદ્મામૃતગ્રંથમાં...સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાકૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આ પદ્ઘામૃતની શ્રી શ્રુતસાગરસૂરિષ્કૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે; શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે. * મૂળ શ્લોક માટે ૧૮ મું પાનું જુઓ. * શિલાલેખોના નમુના માટે ૧૭મું પાનું જુઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy