SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ मम त्वया ब्रह्मचंर्य दापितमतः किं विवाहेन ? श्रेष्ठिनोक्तं क्रीडया मया ते ब्रह्मचर्य दापितं । ननु तात। धर्मे व्रते का क्रीडा । ननु पुत्रि । नंदीश्वराष्टदिनान्येव व्रतं तव न सर्वदा दत्तं । सोवाच ननु तात! तथा भट्टारकैरविवक्षितत्त्वादिति । इह जन्मनि परिणयने मम निवृत्तिरस्तीत्युक्त्वा सकलकलाविज्ञानशिक्षां कुर्वती स्थिता । यौवनभरे चैत्रे निजोद्याने आंदोलयंती विजयार्धदक्षिणश्रेणिकिन्नरपुरविद्याधरराजेन कुंडलमंडितनाम्ना सुकेशीनिजभार्यया सह गगनतले गच्छता दृष्टा । किमनया विना जीवितेनेति संचित्य भार्या गृहे धृत्वा शीघ्रमागत्य विलपंती तेन सा नीता । आकाशे गच्छता भार्या दृष्ट्वा भीतेन पर्णलघुविद्याः' समर्प्य महाटव्यां मुक्ता । तत्र च तां रुदन्तीमालोक्य લેવડાવ્યું. એક વખતે સંપ્રદાન કાળે (તેને લગ્નમાં આપવાના સમયે–કન્યાદાન સમયે ) અનંતમતીએ કહ્યું: “પિતાજી! તમે મને બ્રહ્મચર્ય અપાવ્યું છે, તો વિવાહની શી જરૂર છે?” શેઠે કહ્યું : “મેં રમતમાં તને બ્રહ્મચર્ય અપાવ્યું છે. ” " “ ખરેખર પિતાજી! ધાર્મિક વ્રતમાં ૨મત કેવી ?” અનંતમતીએ પૂછ્યું. 66 શેઠ કહે : “ખરેખર, પુત્રી! નંદીશ્વરના આઠ દિવસ સુધી જ તારું તે વ્રત હતું. સદા માટે તે આપ્યું નથી.” તેણે ( અનંતમતીએ ) કહ્યું: “પિતાજી! ભટ્ટારકનો (આચાર્યનો ) તેમ કહેવાનો હેતુ ન હતો. આ જન્મમાં પરણવાની બાબતમાં મને નિવૃત્તિ છે, (આ જન્મમાં મને પરણવાનો ત્યાગ છે. ) ” 66 આમ કહીને તે સર્વ કલા અને વિદ્યાનું શિક્ષણ લેતી રહી. યૌવનપૂર્ણ ચૈત્રમાસમાં પોતાના બગીચામાં તે હિંચકા ખાતીહતી. વિજયાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીના કિન્નરપુરના કુંડલમંડિત નામના વિદ્યાધર રાજાએ પોતાની સ્ત્રી સુકેશી સાથે આકાશમાં જતાં તેને (અનંતમતીને ) જોઈ. 66 ‘આના વિના જીવવાનું શું પ્રયોજન ?” એમ વિચારીને પોતાની સ્ત્રીને ઘેર મૂકીને જલદી પાછા આવી તે વિધાધર રાજા વિલાપ કરતી તેને ( અનંતમતીને ) લઈ ગયો. આકાશે જતાં પોતાની સ્ત્રીને જોઈને ભયભીત થઈને તેણે (વિદ્યાધરે ) પર્ણલઘુવિધા સમર્પણ કરીને (પાંદડા સમાન હળવી થઈ જાઓ એવી વિધા અજમાવીને ) ૬. વિદ્યાયા: ઘ। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy