SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ વૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરુ વંદના. -વર્ષ ૧૭ મું કાળ કોઈને નહીં મૂકે (હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન-કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008298
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Rajchandra
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy