SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩) પ્રભુ પ્રાર્થના (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગુંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિદ્યુહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; hશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિ-નિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008298
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Rajchandra
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy