SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૫ त्रिभुवनमुर्ध्वाधोमध्यलोकवर्ती समस्त एव जीवलोकस्तस्मै नियॊबाधविशुद्धात्मतत्त्वोपलम्भोपायाभिधायित्वाद्धितं __ परमार्थरसिकजनमनोहारित्वान्मधुरं, निरस्तसमस्तशंकादिदोषास्पदत्वाद्वि-शदं वाक्यं दिव्यो ध्वनिर्येषामित्यनेन समस्तवस्तुयाथात्म्योपदेशित्वात्प्रेक्षावत्प्रतीक्ष्यत्वमाख्यातम्। अन्तमतीतः क्षेत्रानवच्छिन्नः कालानवच्छिन्नश्च परमचैतन्यशक्तिविलासलक्षणो गुणो येषामित्यनेन तु परमाद्भुतज्ञानातिशयप्रकाशनादवाप्तज्ञानातिशयानामपि योगीन्द्राणां वन्धत्वमुदितम्। जितो भव आजवंजवो यैरित्यनेन तु कुतकृत्यत्वप्रकटनात्त एवान्येषामकृतकृत्यानां शरणमित्युपदिष्टम्। इति सर्वपदानां तात्पर्यम्।।१।। વાણી અર્થાત દિવ્ય ધ્વનિ ત્રણ લોકને –ઊર્ધ્વ-અધો-મધ્ય લોકવર્તી સધળાય જીવસમુહનેનિબંધ વિશુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિનો ઉપાય કહેનાર હોવાથી હિતકર છે, પરમાર્થરસિક જનોના મનને હરનાર હોવાથી મધુર છે અને સમસ્ત શંકાદિ દોષોનાં સ્થાન દૂર કરવામાં આવ્યાં હોવાથી વિશદ (નિર્મળ, સ્પષ્ટ) છે' એમ કહીને(જિનો) સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી વિચારવંત ડાહ્યા પુરુષોના બહુમાનને યોગ્ય છે (અર્થાત્ જેમનો ઉપદેશ વિચારવંત ડાહ્યા પુરુષોએ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ એવા છે, એમ કહ્યું. “અનંત-ક્ષેત્રથી અંત રહિત અને કાળથી અંત રહિત-પરમચૈતન્યશક્તિના વિલાસસ્વરૂપ ગુણ જેમને વર્તે છે.' એમ કહીને (જિનોને) પરમ અદભુત જ્ઞાનાતિશય પ્રગટ થયો હોવાથી જ્ઞાનાતિશયને પામેલા યોગીંદ્રોથી પણ બંધ છે એમ કહ્યું. “ભવ અર્થાત્ સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે” એમ કહીને કુતકુત્યપણું પ્રગટ થયું હોવાથી તેઓ જ (જિનો જ) બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે એમ ઉપદેશ્ય.- આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય છે. ભાવાર્થ- અહીં જિનભગવંતોના ચાર વિશેષણો વર્ણવીને તેમને ભાવનમસ્કાર કર્યો છે. (૧) પ્રથમ તો, જિનભગવંતો સો ઈદ્રોથી બંધ છે. આવા અસાધારણ નમસ્કારને યોગ્ય બીજું કોઈ નથી, કારણ કે દેવોને અને અસુરોને યુદ્ધ થતું હોવાથી (દેવાધિદેવ જિનભગવાન સિવાય ) અન્ય કોઈ પણ દેવ સો ઈદ્રોથી વંદિત નથી. (૨) બીજાં જિનભગવાનની વાણી ત્રણ લોકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતી હોવાથી હિતકર છે; વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ –અપૂર્વ પરમાનંદરૂપ પારમાર્થિક સુખરસાસ્વાદના રસિક જનોનાં મનને હરતી હોવાથી (અર્થાત્ પરમ સમરસીભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી) મધુર છે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy