SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૧૭ यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम्। स स्वकचरित्रभ्रष्ट: परचरितचरो भवति जीवः ।। १५६ ।। परचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत्। यो हि मोहनीयोदयानुवृत्तिवशाद्रज्यमानोपयोगः सन् परद्रव्ये शुभमशुभं वा भावमादधाति, स स्वकचरित्रभ्रष्ट: परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति।। १५६ ।। आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण। सो तेण परचरित्तो हवदि त्ति जिणा परुति।।१५७।। અન્વયાર્થ:- [:] જે [ રાળ] રાગથી (–રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) [પદ્રવ્ય] પરદ્રવ્યને વિષે [શુભમ્ સુમન્ માવસ્] શુભ કે અશુભ ભાવ [રિ રોતિ]કરે છે,[ સ: નીવ:] તે જીવ [ વરિત્રમ્રષ્ટ: ]સ્વચારિત્રભ્રષ્ટ એવો[ પરવરિતવર: ભવતિ] પરચારિત્રનો આચરનાર છે. ટીકાઃ- આ, પરચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે. જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્ મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરકતઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે (જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણકે ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે 'સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬. રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે પરચરિત' નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭. ૧. સોપરાગ ઉપરાગયુક્ત; ઉપરક્તમલિનવિકારી; અશુદ્ધ (ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત્ કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ) તે ઉપરાગ છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy