SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ * વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્યપદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું. પ્રશ્ન- જો એમ છે, તો જિનમાર્ગમાં બને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે –એ કેવી રીતે ? ઉત્તર- જિનમાર્ગમાં કયાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ આમ જ છે” એમ જાણવું; તથા કયાંક વ્યવહારનયથી મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને “આમ છે. નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે' એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પરંતુ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આમ પણ છે અને આમ પણ છે” એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બંને નયોનો ગ્રહણ કરવાનું કહ્યું નથી. પ્રશ્ન- જો વ્યવહારનય અસત્યાર્થ છે, તો તેનો ઉપદેશ જિનમાર્ગમાં શા માટે આપ્યો? એક નિશ્ચયનયું જ નિરૂપણ કરવું હતું? ઉત્તરઃ- આવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે: जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं। तह ववहारेण विणा परमत्थुवएसणमसक्कं ।। અર્થ:- જેમ અનાર્યને-પ્લેચ્છને મ્લેચ્છનભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી આજ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે – વ્યવહારનયો નાગુર્તવ્ય:' અર્થાત્ નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy