SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૭૪ ] [ ભગવાનશ્રીકુંદકુંદ નિશ્ચયનયે અખંડ-એક-વિશુદ્ધજ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનયે સંસારાવસ્થામાં કર્માવૃત વર્તતો થકો, મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પાંચ ઇંદ્રિયો અને મનથી મૂર્ત-અમૂર્ત વસ્તુને વિકલ્પરૂપે જે જાણે છે તે મતિજ્ઞાન છે. તે ત્રણ પ્રકારનું છે: ઉપલબ્ધિરૂપ, ભાવનારૂપ અને ઉપયોગરૂપ. મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ ) તે ઉપલબ્ધિ છે, જાણેલા પદાર્થનું પુનઃ પુનઃ ચિંતન તે ભાવના છે અને ‘આ કાળું છે, ' ‘આ પીળું છે’ ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે. એવી જ રીતે તે ( મતિજ્ઞાન ) અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ભેદો વડે અથવા કોષ્ઠબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારીબુદ્ધિ અને સંભિન્નશ્રોતૃતાબુદ્ધિ એવા ભેદો વડે ચાર પ્રકારનું છે. (અહીં, એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે મતિજ્ઞાન તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે, તેના સાધનભૂત બહિરંગ મતિજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.) પંચાસ્તિકાયસંગ્રહ તે જ પૂર્વોક્ત આત્મા, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત-અમૂર્ત વસ્તુને પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુતજ્ઞાન કહે છે. તે લબ્ધિરૂપ અને ભાવનારૂપ છે તેમ જ ઉપયોગરૂપ અને નયરૂપ છે. ‘ ઉપયોગ 'શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું અર્થાત્ આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને ‘નય ’શબ્દથી વસ્તુના (ગુણપર્યાયરૂપ) એક દેશને ગ્રહના૨ો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. ( અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુદ્ધજ્ઞાનદર્શન જેનો સ્વભાવ એવા શુદ્ધ આત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ અભેદરત્નત્રયાત્મક જે ભાવશ્રુત તે જ ઉપાદેયભૂત પરમાત્મતત્ત્વનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે પરંતુ તેના સાધનભૂત બહિરંગ શ્રુતજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.) આ આત્મા, અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ એમ બે પ્રકારે જાણવું. અથવા અવધિજ્ઞાન દેશાધિ, ૫૨માધિ અને સર્વાધિ એવા ભેદો વડે ત્રણ પ્રકારે છે. તેમાં, ૫૨માધિ અને સર્વાધિક ચૈતન્યના ઊછળવાથી ભરપૂર આનંદરૂપ પરમસુખામૃતના રસાસ્વાદસ્વરૂપ સમરસીભાવે પરિણત ચરમદેહી તપોધનોને હોય છે. ત્રણે પ્રકારનાં અવધિજ્ઞાનો વિશિષ્ટ સમ્યક્ત્વાદિ ગુણથી નિશ્ચયે થાય છે. દેવો અને નારકોને થતું ભવપ્રત્યયી જે અવધિજ્ઞાન તે નિયમથી દેશાવધિ જ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy