SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકિય નિવેદન પંચ પરમાગમોમાંનું એક એવા શ્રી પ્રવચનસારજી શાસ્ત્રના સમ્યગ્દર્શનના અધિકારરૂપ શેયતત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના પ્રવચનો પ્રકાશિત કરતા રાજકોટ દિગંબર મંદિર અનુપમ હર્ષ અને કૃતજ્ઞતા અનુભવે છે. રાજકોટ દિગંબર જીન મંદિરની એક મુખ્ય કામગીરી હંમેશાએ રહી છે કે શક્ય તેટલી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના તત્ત્વજ્ઞાનની મહત્તમ પ્રભાવના થાય. આ પ્રયોજનને લક્ષમાં રાખીને ભૂતકાળમાં ઘણા પ્રકાશનો સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત થયેલ છે. અને મુમુક્ષુ સમાજે તે કાર્યને સારી રીતે આવકાર પણ આપેલ છે. આ “પ્રવચનસાર પ્રવચનો” નામના ગ્રંથમાં સંકલિત વિષયવસ્તુ પૂજ્ય ગુરુદેવશ્રીની મૂળ ભાષામાં અક્ષરશઃ પ્રગટ થાય તેવા આશયથી જ્ઞયન્ત પ્રજ્ઞાપનની ગાથા-૯૩ થી ૧૧૪ ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો ટેપો ઉપરથી અક્ષરક્ષ: લખી લેવામાં આવ્યા છે. આ સમગ્ર લખાણને ફરીવાર ટેપો સાથે સરખાવી લેવામાં આવે છે. તેમજ શ્રી દેવશીભાઈ ચાવડા દ્વારા ફરીવાર ટેપો સાથે મેળવતા જઇને એડીટીંગ કરી પ્રેસકોપી તૈયાર કરવામાં આવેલ છે. આમાં એ બાબતનું ખાસ લક્ષ રાખવામાં આવેલ છે. કે, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષા અને ભાવને પૂરેપૂરા અક્ષરસઃ સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક છપાવવાની સમગ્ર કાર્યવાહી સક્રિયપણે સહર્ષ સ્વીકારી લઈ જવાબદારી પૂર્વક કાર્ય પરિપૂર્ણ કરવામાં આપવા બદલ શ્રી મહેશભાઈ શાહનો પણ સંસ્થા આભાર માને છે. આ પુસ્તકમાં લેસર ટાઈપ સેટીંગ કરી આપવા બદલ વૈભવ એન્ટરપ્રાઇઝ તથા ઋષભ કોમ્યુટર્સના તેમજ આ પુસ્તક સુંદર રીતે છાપી આપવા બદલ મે. કીતાબાર પ્રિન્ટરીનો પણ સંસ્થા આભાર માને છે. આ પ્રકાશનમાં જે જે ભાઈઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપેલ છે તે સર્વેનો સંસ્થા હૃદય પૂર્વક આભાર માને છે. લી. તા. ૧૭-૩-૧૯૯૫ રાજકોટ. શ્રી દિગંબર જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ શ્રી કાનજી સ્વામી માર્ગ રાજકોટ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy