SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ગાથા - ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૫ થાય છે એમ કહેવું એ પણ વ્યવહા૨ છે. બાકી એ પર્યાય પોતાના ષટ્કા૨કથી થઈ છે એ નિશ્ચય છે. ૫૨થી થાય છે એ વાત તો અહીંયાં છે જ નહીં. ” વાસ્તવમાં આ, સર્વ પદાર્થોની દ્રવ્યગુણર્ષાય સ્વભાવની પ્રકાશક-જુઓ! ત્યાં વિભાવ કહ્યો અહીં સ્વભાવ કીધો. ભાઈ...! શું કહ્યું એ...? પહેલા કહ્યું હતું કે ગુણમાં રૂપાદિક છે – પરમાણુમાં તો નિમિત્ત અને સ્વઉપાદાન બેઉથી થયું તેથી ) સ્વભાવ (પર્યાય ) ( હોવા છતાં ) વિભાવ ( પર્યાય ) કહેવામાં આવી છે. એ અહીંયાં લીધું. જુઓ...! દ્રવ્ય-ગુણ-પર્યાય... ની જુઓ પ્રકાશક, પારમેશ્વરી વ્યવસ્થા- પરમેશ્વરી કહેલી વ્યવસ્થા ભલી ઉત્તમ-પૂર્ણ – યોગ્ય છે. સર્વજ્ઞની (આ વાત ) દિગંબરમાં જ છે, બીજે ક્યાંય નથી. આહા... હા..! શ્વેતાંબરમાં કે સ્થાનકવાસીમાં તો છે જ નહીં. એને તો અજૈન કહેવામાં આવ્યા છે. અન્યમતિ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ પાંચમા અધ્યાયમાં (છે ). જેવા વેદાંતી ઈશ્વરવાદી ઈશ્વરકર્તાની જેમ સ્થાનકવાસી, દેરાવાસીને અન્યમતિમાં નાખ્યા છે. આહા...હા...! - - અહીંયાં કહે છે કેઃ પ્રભુ...! વીતરાગે કહેલા દ્રવ્ય-ગુણ-પર્યાયનું (સ્વરૂપ) સમજવું હોય તો, દ્રવ્ય પણ ગુણથી સ્વતંત્ર છે, ગુણ પણ દ્રવ્યથી સ્વતંત્ર છે અને પર્યાય પણ પોતાના ષટ્કારકપણે સ્વતંત્ર છે. આ જૈનદર્શનની પદાર્થની વ્યવસ્થા છે. (પદાર્થનું બંધારણ છે). ચાહે તો સ્વભાવિકપર્યાય હો કે વિભાવિકપર્યાય હો, પણ ષટ્કારથી પોતાની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. સમજાય છે...? આ જુદી જાત છે... !! (શ્રોતાઃ ) ટોપી સીવવામાં દરજીએ શું કર્યું છે. (ઉત્ત૨:) કાંઈ કર્યું નથી. દરજીએ પોતાની રાગની (ટોપી સીવવાની ઈચ્છાની ) પર્યાય કરી, એણે ટોપીની દી સ્પર્શ પણ કર્યો નથી...! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતુંય નથી ને! એ “ સમયસાર ” ત્રીજી ગાથામાં આવ્યું છે. (કેવા છે તે સર્વ પદાર્થો...? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે-સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એક બીજાને સ્પર્શ કરતા નથી.)–શ્રી સમયસાર ગાથા-૩ ટીકા Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy