SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૪ ભાઈ! એની ઊંડી ગંભીરતા હોય છે. એને ઊંડું લાગે માટે – આવું શું છે? એમ એનો કંટાળો ન આવવો જોઈએ. ગંભીરતા લાગે, એકદમ ન પકડાય, તેથી એમાં કંટાળો ન આવવો જોઈએ. (ઊલટાની રુચિ વધવી જોઈએ.) આહા...હા...હા...હા ! ( અહીંયાં કહે છે કેઃ ) “ તેથી પર્યાયોની વિવક્ષા વખતે પણ અસત્-ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે ”, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે. આહા... હા ! બીજું દ્રવ્ય નથી એમ કહેવું છે. પર્યાયો છે તે દ્રવ્ય જ છે. પર્યાય બદલીને બીજી થઈ માટે દ્રવ્ય છે, એમ નથી. “ અને દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્-ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે.” જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે. અને જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. આહા.. હા! અસત્-ઉત્પાદમાં પણ અન્વય ગૌણ રાખીને પર્યાયની મુખ્યતાથી કથન કર્યુ છે. અને સત્-ઉત્પાદમાં અન્વયને મુખ્ય કરીને સત્ને સત્ ઉત્પન્ન ( સત-ઉત્પાદ ) છે એમ કહેવામાં આવ્યું છે. પણ અસત-ઉત્પાદ છે (એમ કીધું ) એટલે બિલકુલ અન્વયનો સંબંધ જ નહોતો એમ નહીં (કારણ કે) પર્યાય પોતે દ્રવ્ય જ છે. આહા.. હા.. હા! અને દ્રવ્ય છે તે પર્યાયો છે. વિશેષ કહેશે...... Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy