SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮ પ્રવચનસાર પ્રવચનો ૪૧૭ (અથવા ઉભયશૂન્યતારૂપ બીજા દોષ આ પ્રમાણે આવે ) (૨) જેમ સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ થતાં સુવર્ણનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યત્વ (બન્નેનો અભાવ) થાય, તેમ દ્રવ્યનો અભાવ થતાં ગુણનો અભાવ થાય, ગુણનો અભાવ થતાં દ્રવ્યનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યતા થાય ( અર્થાત દ્રવ્ય તેમજ ગુણ બન્નના અભાવનો પ્રસંગ આવે). (અથવા અપહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવે ) (૩) જેમ પટ- અભાવમાત્ર જ ઘટ છે, ઘટ–અભાવમાત્ર જ પટ છે (અર્થાત્ વસ્ત્રના કેવળ અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે) - એ રીતે બન્નેને અપોહરૂપતા છે, તેમ દ્રવ્ય-અભાવમાત્ર જ ગુણ થાય, ગુણ-અભાવમાત્ર જ દ્રવ્ય થાય- એ રીતે આમાં પણ (દ્રવ્ય-ગુણમાં પણ ) અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે ). માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે યથોક્ત જ (જેવો કહ્યો તેવો જા અતભાવ માનવાયોગ્ય છે. ૧૦૮. —— — — ——— — – - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - — — — — — — — — — — — — — — — — — - - - - - - - - - - ૧. અપોહરૂપતા= સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ નકાર જ હોય તો ‘દ્રવ્ય ગુણવાળું છે ” આ ગુણ આ દ્રવ્યનો છે' – વગેરે કથનથી સૂચવાતો કોઈ પ્રકારનો સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.) ૨. અનપોહત્વ= અપહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું ન હોવું તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy