SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪ પ્રવચનસાર પ્રવચનો ૩૪૬ તે ગુણો વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે અવિશિષ્ટસત્તાવાળું હોવાથી એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. (કરીના દષ્ટાંતની જેમ, દ્રવ્ય પોતે જ ગુણના પૂર્વપર્યાયમાંથી ઉત્તરપર્યાયે પરિણમતું થયું, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો વડે પોતાની હયાતી અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી; અર્થાત્ તે તે ગુણપર્યાયો અને દ્રવ્ય એક જ દ્રવ્યરૂપ છે, ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી.) વળી જેમ પીતભાવ ઊપજતું, હરિતભાવથી નષ્ટ થતું અને આમ્રફળપણે ટકતું હોવાથી, આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, તેમ ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે ઊપજતું, પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી નષ્ટ થતું અને દ્રવ્યત્વગુણ ટકતું હોવાથી, દ્રવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. ભાવાર્થ- આના પહેલાંની ગાથામાં દ્રવ્યપર્યાય દ્વારા (અનેક દ્રવ્યપર્યાય દ્વારા) દ્રવ્યનાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય બતાવવામાં આવ્યાં હતાં. આ ગાથામાં ગુણપર્યાય દ્વારા (એક દ્રવ્યપર્યાય દ્વારા) દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બતાવ્યાં છે. ૧૦૪. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy