SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૦ હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાત૨૫ણું નષ્ટ કરે છે. (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે) : उप्पादट्ठिदिभंगा विज्जं पज्जसु પન્નાયા । दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।। १०१ ।। उत्पादस्थितिभङ्ग विद्यन्ते पर्यायेषु पर्यायाः । द्रव्ये हि सन्ति नियतं तस्माद्रव्यं भवति सर्वम् ।। १०१ ।। પર્યયે, ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. ગાથા - ૧૦૧ અન્વયાર્થ:- ( ઉત્પાવસ્થિતિમ૪) ઉત્પાદ, સ્થિતિ અને ભંગ (પર્યાયેષુ ) પર્યાયોમાં (વિદ્યત્તે) વર્તે છે; [ પર્યાયઃ ] પર્યાયો [નિયંત] નિયમથી [દ્રવ્ય હિ સન્તિ] દ્રવ્યમાં હોય છે, (તસ્માત ) તેથી ( સર્વ ) (તે) બધુંય [દ્રવ્ય ભવત્તિ ] દ્રવ્ય છે. ટીકા:- ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે); તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે (અર્થાત્ પર્યાયો દ્રવ્યને આશ્રિત છે) કારણ કે સમુદાયી સમુદાયસ્વરૂપ હોય છે; વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ સ્કંધ, મૂળ અને શાખાઓના સમુદાયસ્વરૂપ હોવાથી સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે (જોવામાં આવે છે), તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ ભાસે છે (અર્થાત્ જેમ થડ, મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે- વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ છે- દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.) અને પર્યાયો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે ( અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે.) કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે (–’૧ અંશીના ધર્મો નથી ); બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજ–અંકુર-વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો * સમુદાયી= સમુદાયવાળું, સમુદાયનું (જથ્થાનું) બનેલું. (દ્રવ્ય સમુદાયી છે કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે) ૧. અંશી= અંશોવાળું; અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.) Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy