SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 22 - le Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનસાર પ્રવચનો ૧૮૬ ‘ત્યાર પછીના ” એટલે પૂર્વનો પ્રદેશ - જેની અપેક્ષાએ વિનષ્ટ કીધું' તું તે. “તથા તે જ પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા.” પણ કોઈની અપેક્ષા નથી (ધ્રૌવ્યને) છેછેછેછેછેછેછે “ એક પ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.” અનુભયસ્વરૂપ (છે) બેમાંથી એકેય સંબંધ નથી. (ઉત્પન્ન કે વિનષ્ટ.) એ દષ્ટાંત થયો પ્રદેશનો. હવે પરિણામની વાત કરે છે. આહા...હા...! 66 - (કહે છે કેઃ ) તેમ પ્રવાહનો નાનામાં નાનો અંશ એટલે કે જે સમયે તે પર્યાય થાય છે – જે સમયે જે પરિણામ થાય છે, એ થયેલા પરિણામને અંશ કહેવાય. તેને પૂર્વના પરિણામની અપેક્ષાએ વિનષ્ટ કહેવાય, અને પૂર્વના પરિણામની અપેક્ષાએ તેને ત્યારપછીનો (અંશ ) કહેવાય. ઉત્પન્ન કહેવાય. અને તેને જ આ છે, આ છે, આ છે તેને ધ્રૌવ્ય કહેવાય. (શ્રોતાઃ ) એકના ત્રણ નામ ? (ઉત્ત૨:) એકના ત્રણ. ( નામ ). (‘ સમયસાર’ ગાથા) ૭૬ માં એકના ત્રણ આવ્યા ને...! પ્રાપ્ય, વિકાર્ય, નિર્વિર્ત્ય... ભાઈ! જે પર્યાય પ્રગટ થઈ અને ધ્રૌવ્ય છે ઈ ધ્રૌવ્ય છે. ધ્રૌવ્ય (એટલે) થવાની છે તે કાળે તે થઈ તે ધ્રૌવ્ય. એ અપેક્ષા તેને પ્રાપ્ય કહ્યું. અને પૂર્વની અપેક્ષાએ તેને... ક્યાં ગયા 'તા ? ખરેખર ગયું આજ તો. ખરું હતું ને ગયું! આહા.. હા ! તદ્દન નવું છે. સમજાણું કાંઈ ? પ્રદેશનું તો ગયું હવે. હવે પરિણામ ઉપ૨ લઈએ છીએ. કે પરિણામ છે જીવના, જે સમયે જે થવાના તે. તે પરિણામ પૂર્વના પરિણામની અપેક્ષાએ વિનષ્ટ, અને ત્યારપછીની અપેક્ષાએ ઉત્પન્ન ત્યારપછી એટલે પૂર્વની અપેક્ષા જે વિનષ્ટ કહ્યું' તું એ પૂર્વની અપેક્ષા પછીનું એ ઉત્પન્ન. આહા...હા..! (પંડિતજી!) આવું ઝીણું છે. ધીમે-ધીમે (વ્યાખ્યા ) થાય છે બાપા ! આહા...! આકરો. વીતરાગ મારગ છે. આહા...હા ! (કહે છે) જેમ ઈ પ્રદેશ છે અસંખ્ય (આત્માના ). એનો એક અંશ જે છેલ્લો નાનામાં નાનો એ પ્રદેશ ( એ પ્રદેશ ) પૂર્વના પ્રદેશની અપેક્ષાએ અભાવસ્વરૂપ તો વિનષ્ટસ્વરૂપ છે. પણ ત્યાર પછીની અપેક્ષાએ ઉત્પન્ન. ત્યારપછીના એટલે ? એ જે પૂર્વનો પ્રદેશ હતો, તેના પછીની અપેક્ષાએ તે ઉત્પન્ન છે (એટલે ત્યારપછીના કહ્યું છે) અને છે, છે, છે, છે, છે, છે, છે, છે, છે, છે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. આહા... હા! (શું કહે છે?) જેમ (‘સમયસાર’) ૭૬ ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય (એવું, વ્યાપ્ય લક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું) જે કર્મ (કર્તાનું કાર્ય) કીધું છે. [જુઓ, આમાં શું કહે છે આ ત્રણ અવસ્થા છે કર્મ છે કાર્ય છે; જેમ એક ગામ હોય તે ગામને માણસ પહોંચી વળે છે તે ‘પ્રાપ્ય ’, એક અવસ્થાથી બીજી અવસ્થા જે બદલવાપણું આવ્યું’ તે ‘વિકાર્ય’, અને નવી અવસ્થાનું જે નીપજવું થાય તે નિર્વર્ય. સમયસાર પ્રવચનો ભાગ-૪ પાનું- ૧૦૦] આહા... હા ! ઠીક આવ્યા પ્રભુ! ભાઈ! આવી ઝીણી વાત આવી છે. આહા... હા..! શું કહ્યું? ૭૬ (ગાથામાં) કે જે સમયે જે પર્યાય થવાની છે – દ્રવ્યની કે આત્માની કે બીજા દ્રવ્યોની. તે પયાય ધ્રૌવ્ય છે. ધ્રૌવ્ય એટલે Please inform us of any errors on rajesh@Atma Dharma.com – -
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy