SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hîřp://www.A+maDharma.com for updates સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૩ છૂટી નહિ. ભગવાનની દિવ્યધ્વનિ છૂટે ને ધર્મ પામનારા ન હોય એમ કદી બને નહિ. પૂર્વે વિક્લ્પ ઉઠયો હતો કે અહો! જગતના જીવો ધર્મને પામો; એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ. છાસઠ દિવસ વાણી ન છૂટી. વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં વેદાંતના પારગામી ગૌતમસ્વામી સભામાં પધાર્યા. માનસ્તંભ જોયો ત્યાં જ માન ગળી ગયું. સમવસરણમાં આવતાં જ સ્વયં સ્વતઃજ સમ્યગ્દર્શન પામ્યા. તરત જ મુનિદશા અંગીકાર કરી. અશાડ વદી ૧ ના દિને ભગવાનની ધ્વનિ છૂટી. તે વાણી સાંભળી ગૌતમસ્વામીએ બાર અંગની રચના કરી. અહા! તે વાણીની પરંપરામાં આ તત્ત્વ આવ્યું છે. આ સમયસાર આદિ શાસ્ત્ર એ ભગવાનની વાણીની પરંપરામાં રચાયેલું શાસ્ત્ર છે. ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી ૩૦ વર્ષ સુધી અરિહંતપદમાં રહી આજે આસો વદી ચૌદસની પાછલી રાત્રે એકદમ ચૌદમા ગુણસ્થાનની અકંપ દશાને પામ્યા. તેરમા ગુણસ્થાને એક સમય પરમાણુ આવીને ખરી જતા, ઈર્યાપથ આસવ હતો. ચૌદમે ગુણસ્થાને અકંપ દશા રહી, થોડો કાળ અસિદ્ધ દશા રહી. પછી ચૌદસની રાત્રિના પાછલા પહોરમાં દેહથી છૂટી ચૈતન્ય ગોળો સમશ્રેણીએ લોકાગ્રે બિરાજમાન થઈ સિદ્ધદશાને પામ્યો. હાલ જે ક્ષેત્રે દેહ છૂટયો ત્યાંથી સમશ્રેણીએ ભગવાન ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. પાવાપુરી જલમંદિર ઉ૫૨ સમશ્રેણીએ ભગવાન લોકાગ્રે બિરાજે છે. તે ક્ષેત્રે જતાં તેમનું સ્મરણ થવા માટે જાત્રા છે. ઇન્દ્રોએ દિવાની રોશની કરી ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, તેથી આ દિન દિવાળી-દીપાવલી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાનના સ્મરણનો વિચાર આવે તે છે તો વિકલ્પ; એમ કે ‘ આવા સિદ્ધ' –એમ સ્મરણ માટે આ દિવસે મહોત્સવ ઉજવવામાં આવે છે. બાકી અંદર પોતાના સ્વરૂપમાં ઠરે તેને ૫૨ સંબંધી વિકલ્પથી શું છે? કોઈ પ્રયોજન નથી, કોઈ અપેક્ષા નથી. ભગવાનને સિદ્ધદશા થઈ તે થઈ. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં”– ભગવાન અનંતકાળ પર્યંત અનંત સુખના ભોગવટામાં સિદ્ધપદમાં બિરાજે છે. ભાઈ! બાહ્યઅત્યંતર નિગ્રંથ દશા થયા વગર કેવળજ્ઞાન અને સિદ્ધદશા થાય નહિ. આ પ્રમાણે કેવળજ્ઞાનનું કારણ ચારિત્ર, અને ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શનનો વિષય શું-એની અહીં વાત ચાલે છે. અહીં કહે છે-શબ્દ જ્ઞાન નથી, કેમકે શબ્દ પુદ્દગલ દ્રવ્યનો પર્યાય છે. માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક એટલે ભિન્નતા છે. ભાઈ! ભગવાનની ધ્વનિ નીકળે તે જ્ઞાન નથી, અચેતન પુદ્દગલની પર્યાય છે. ધવલમાં પાઠ છે કે–ભગવાન ભાવશ્રુતથી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy