SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કે નથી ? –એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ખડી ભીંત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે ( -જુદું દ્રવ્ય નથી ); ”—આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ વિદ્યમાન) હોવાથી, ખડી જો ભીંત આદિની હોય તો ખડી ભીંત આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિ સ્વરૂપ જ હોવી જોઈએ, ભીંત આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં; ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ ( નાશ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત આદિની નથી.' જુઓ, ખડી અને ભીંત-બેનો તાત્ત્વિક સંબંધ વિચારતાં, કહે છે, જો ખડી ભીંતની હોય તો ખડી ભીંતસ્વરૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય એવો પારમાર્થિક સંબંધ છે; જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે. આ પ્રમાણે જો ખડી ભીંતની હોય તો ખડી ભીંતરૂપ જ હોય, અન્યરૂપ ન હોય; અને તો ખડીના સ્વદ્રવ્યનો નાશ થઈ જાય, પરંતુ દ્રવ્યનો નાશ કદીય થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્યદ્રવ્યરૂપે સંક્રમણ થવાનો પહેલાં જ ગાથા ૧૦૩માં નિષેધ કર્યો છે. માટે એમ સિદ્ધ થયું કે ખડી ભીંત આદિની નથી. હવે કહે છે · જો ખડી ભીંત આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે.’ જુઓ, આ દષ્ટાંત કહ્યું. હવે કહે છે · જેમ આ દૃષ્ટાંત છે તેમ આ (નીચે પ્રમાણે ) દાષ્કૃત છે: ‘આ જગતમાં ચેતિયતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્દગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચૈતયિતાનું (આત્માનું) જ્ઞેય છે.’ શું કહ્યું? કે આ જગતમાં ચેતનારો-આત્મા છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy