SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ] [ ૩૩૩ * કળશ ૨૧૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * વસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી “૫૨જ્ઞેયો સાથે પોતાને પા૨માર્થિક સંબંધ છે” એમ માનીને, કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે.’ જુઓ, આ ચોકખી વાત કરી છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ એવો વસ્તુસ્વભાવ છે. અહાહા...! શું કીધું ? કે જગતમાં અનંતા દ્રવ્યો છે. તેઓ પરસ્પર ભિન્ન ભિન્ન છે, કોઈ કોઈમાં પ્રવેશતાં નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યોથી બહાર જ લોટે છે. આવો વસ્તુ-સ્વભાવ છે. માટે કોઈ એક દ્રવ્ય અન્યદ્રવ્યનું કાર્ય કરતું નથી. આ મહાસિદ્ધાંત છે. અજ્ઞાનીને બહારમાં નિમિત્ત દેખીને ભ્રમણા થાય છે. એમ કે ગુરુની વાણી સાંભળવાથી જ્ઞાન થાય છે; પણ બાપુ! એમ નથી. સમાધિશતકમાં (શ્લોક ૭૫માં) આવે છે કે ૫૨માર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ નહિ. પોતે જ પોતાને સમજાવે છે અને પોતે જ પોતાના હિતરૂપ પોતાને પ્રયોજે છે માટે પોતે જ ગુરુ છે. વાસ્તવમાં (અન્ય ) ગુરુની વાણીની પર્યાય તો શિષ્યના જ્ઞાનને સ્પર્શતીય નથી. માટે વાણી સાંભળવાથી જ્ઞાન થયું છે એમ છે નહિ. ભાઈ ! આવું યથાર્થ માન્યા વિના દષ્ટિ ૫૨થી ખસીને દ્રવ્ય ઉ૫૨ કેમ જાય ? અને દષ્ટિ દ્રવ્યસ્વભાવ ૫૨ આવ્યા વિના સમ્યગ્દર્શન કેવી રીતે થાય ? ન થાય. અહાહા...! ધ્રુવને ધ્યેય બનાવી ધગશથી ધ્યાનની ધૂણી ધખાવ્યા વિના કદીય ધર્મ ન થાય. અહા! મારી પર્યાય પરથી થાય ને ૫૨ની પર્યાય મારાથી થાય એમ માનનાર તો મૂઢ મિથ્યાદષ્ટિ છે. આવી વાત છે. અહીં કહે છે-કોઈ વસ્તુ કોઈ વસ્તુમાં મળે નહિ એ અચલિત નિયમ છે; છતાં મોહી જીવ ૫૨શેયો સાથે મારે પારમાર્થિક સંબંધ છે એમ માનીને કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર સાથે કે સ્ત્રી-પુત્ર-પરિવાર સાથે મારે પારમાર્થિક સંબંધ છે એવું માનનારા મૂઢ મોહી જીવ છે. ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ તો બધા ૫૨શેય છે, જ્ઞાનથી ભિન્ન છે. અહીં જીવની જ્ઞાનની અવસ્થા થાય તે કાળે જિનબિંબ કે જિનવાણી બાહ્ય નિમિત્ત હો, પણ તે જિનબિંબ કે જિન-વાણી જ્ઞાનની પર્યાયમાં પ્રવેશ કરી જ્ઞાનને કરે છે એમ નથી. જિનબિંબ કે જિન-વાણી તો જ્ઞાનને અડતાં સુદ્ધાં નથી, તેઓ જ્ઞાનથી બહાર જ રહે છે. માટે દેવ-ગુરુ-શાસ્ત્રથી જ્ઞાન થાય છે એમ છે નહિ. વાસ્તવમાં ૫૨શેય સાથે આત્માને પા૨માર્થિક સંબંધ નથી; એક સમય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy