SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ ] ચિન રત્નાકર ભાગ-૯ વિકારી પરિણામ થાય તેમાં શુદ્ધ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી એ તો બરાબર, પણ તેને પરની-નિમિત્તની અપેક્ષા તો છે કે નહિ? તો કહે છે- ના, બીલકુલ નથી; વિકાર થાય તે પોતાથી જ થાય છે, તેને નિમિત્તાદિ પરકારકોની કોઈ અપેક્ષા નથી. ભાઈ ! આ શુભાશુભ વિકલ્પ જે ઉઠે તે શુદ્ધ ચૈતન્યનું કાર્ય નથી, તેમ પરદ્રવ્યનું પણ એ કાર્ય નથી. તો એ કોનું કાર્ય છે? તો કહે છે વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો એટલે રાગાદિ વિકારનો કર્તા થતો મિથ્યાદષ્ટિ જીવ પોતે જ અજ્ઞાનભાવે-મિથ્યાત્વાદિભાવે પરિણમે છે, તેને બીજો કોઈ પરિણમાવે છે એમ છે નહિ. લ્યો, આવી વાત! વિકારપણે થવાની પોતાની (તત્કાલીન) યોગ્યતા ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ, અને વિકાસપણે થવાની પોતાની યોગ્યતા હોય તો તેમાં બીજાની શું અપેક્ષા ? સમ્યગ્દર્શન એટલે ધર્મની પ્રથમ દશા થવામાં પણ કોઈ પરદ્રવ્યની અપેક્ષા નથી. કર્મ ખરે તો ધર્મ થાય વા રાગની મંદતા હોય તો સમકિત થાય. એવી તેને અપેક્ષા નથી. અહા ! પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવ પોતે જ રાગાદિભાવે પરિણમે છે. આ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની જીવ પોતે જ છે, અન્ય નથી. ત્યારે કોઈ કહે છે-શાસ્ત્રમાં બે કારણો કહ્યાં છે; આચાર્ય જયસેનની ટીકામાં પણ બે કારણની વાત છે. સમાધાન - ભાઈ ! એ તો ત્યાં પ્રમાણજ્ઞાન કરાવતાં સાથે નિમિત્તને ભેળવ્યું છે. ત્યાં નિશ્ચય નામ યથાર્થ રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, પણ નિશ્ચયને ઉડાડી નિમિત્તથી થાય એમ ક્યાં વાત છે? વિકાર પોતાથી જ થાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્ત બીજી ચીજ છે એમ જાણે તે પ્રમાણજ્ઞાન છે; પણ નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય એમ જાણે ત્યાં પ્રમાણજ્ઞાન ક્યાં રહ્યું? બાપુ! નિમિત્ત તો ઉપચારથી કારણ કહ્યું છે; વાસ્તવમાં નિમિત્તથી કાર્ય થાય છે વા નિમિત્ત કાર્યનો કર્તા છે એવો નિમિત્તનો અર્થ છે જ નહિ. સમજાણું કાંઈ..? આ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની જીવ પોતે જ છે, અન્ય નથી. [ પ્રવચન નં. ૩૮૭–૩૮૪] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy