SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૦૯ દીપચંદજીએ લખ્યું છે કે સંતોએ માર્ગ સરળ કરી દીધો છે પણ લોકો તેને સમજવાની દરકાર કરતા નથી. અહા ! એમના દુર્ભાગ્યનું શું કહેવું ? જુઓ, અરીસામાં જે મોઢું દેખાય છે તે અને સામે ઊભેલા પુરુષનું મોઢું છે તેબન્ને ભિન્ન છે. બહાર ઊભેલા પુરુષનું મોઢું કાંઇ અરીસામાં ગયું નથી. અરીસામાં જે દેખાય છે તે તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. તેવી રીતે ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મામાં પુણ્ય પાપના ભાવ જણાય છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે. જ્ઞાનમાં કાંઇ પુણ્ય-પાપના ભાવ ઘુસી ગયા નથી. જાણવાલાયક રાગ ને જાણનાર જ્ઞાન બન્ને ભિન્ન જ છે. અરીસામાં સામે અગ્નિ હોય તો અગ્નિ દેખાય છે. તો શું અગ્નિ અરીસામાં ઘુસી ગઈ છે? ના; અરીસામાં તો અરીસાની અવસ્થા છે. અરીસા ભણી હાથ લંબાવો તો કાંઇ અરીસો ઉષ્ણ થયેલો માલુમ પડતો નથી. તેવી રીતે ભગવાન આત્મા ચેતક છે, જાણનાર અરીસો છે. એમાં પુણ્ય-પાપના ભાવ દેખાય છે એ જાણનાર અરીસાની ચેતકની સ્વચ્છતા છે. પુણ્ય પાપના ભાવ છે પણ તે ભાવ કાંઇ જ્ઞાનમાં આત્મામાં પેઠા નથી, તેઓ એનાથી ભિન્ન જ છે. બન્ને એક કાળમાં સાથે છે એ જ્ઞેયજ્ઞાયકભાવની નિકટતા છે. પણ તેથી જ્ઞાન અને રાગાદિભાવ કાંઇ એક નથી. જ્ઞેય જે રાગ તે કાંઈ જ્ઞાયકરૂપ વા જ્ઞાનરૂપ થયો નથી અને જ્ઞાયક જે આત્મા તે કાંઈ રાગરૂપ થયો નથી. રાગ છે માટે જ્ઞાયકનું જ્ઞાન છે એમ નથી, અને રાગને જાણતાં જ્ઞાન રાગરૂપ થઈ ગયું છે એમ નથી. બન્ને ભિન્ન જ છે. ઝીણી વાત પ્રભુ! હવે દષ્ટાંત આપીને આ વાતને વધારે સ્પષ્ટ કરે છેઃ – - ‘ જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે - રાગાદિપણાને નહિ.’ શું કહે છે? કે આ ઘડો, કપડાં, કોલસા, વીંછી, સર્પ ઈત્યાદિ જે જે પદાર્થો દીપક વડે પ્રકાશવામાં આવે છે તે તે પદાર્થો દીપકના પ્રકાશકપણાના ભાવને જ પ્રસિદ્ધ પ્રગટ કરે છે, ઘટાદિપણાને નહિ. દીવો છે ને દીવો? તે ઘટપટાદિને પ્રકાશવાના કાળે ખરેખર તો પોતાની પર્યાયને જ પ્રકાશે છે કે જેમાં એ ઘટપટાદિ પ્રકાશિત થાય છે. ઘટપટાદિને જો ખરેખર દીવો પ્રકાશે તો દીવો ઘટપટાદરૂપ થઈ જાય. પણ દીવો ઘટપટાદરૂપ થતો નથી, કે ઘટપટાદિ દીવામાં જતા નથી. ઘટપટને પ્રકાશતો દીવો શું ઘટપટરૂપે થઈ જાય છે? ના; તો શું પ્રકાશિત ઘટપટ દીવામાં જાય છે? ના. વાસ્તવમાં તો દીવો ઘટપટાદિને પ્રકાશતો જ નથી પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ સ્વપ૨પ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, ઘટાદિપણાને નહિ. દીવો ઘટપટને પ્રકાશે છે એ તો વ્યવહાર છે, બાકી વાસ્તવિકપણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy