SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અહા! આ સમયસાર તો સર્વજ્ઞે કહેલા શ્રુતનો અગાધ-સમુદ્ર-દરિયો છે. અહા! એ તો ભરતક્ષેત્રનું અમૂલ્ય રત્ન છે. નિશ્ચયથી તો આ આત્મા (અમૂલ્ય રત્ન ) હો; એ તો નિમિત્તથી એને (સમયસાર શાસ્ત્રને અમૂલ્ય રત્ન) કહીએ છીએ. અરે ! આવું મનુષ્યપણું મળ્યું ને નિશ્ચય સ્વસ્વભાવનો આશ્રય કીધા વિના એકલા વ્યવહારના ક્રિયાકાંડમાં પડયો રહે તો જિંદગી એળે જશે હોં. એ બધો વ્યવહાર-ક્રિયાકાંડ સંસાર ખાતે છે ભાઈ! જ્ઞાનીને તે આવે છે પણ એ તો એને માત્ર (૫૨૫ણે ) જાણવા લાયક છે. અજ્ઞાનીને તો સ્વસ્વરૂપના ભાન રહિત જે એકલી પરના આશ્રયવાળી દશા છે, રાગમય પરિણમન છે–તે સંસારનું જ કારણ થાય છે. સમજાણું કાંઈ... ? અહાહા...! કહે છે- ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે.' ચારિત્રનો આશ્રય શુદ્ધ આત્મા છે ને? અહાહા...! એની રમણતાનો આશ્રય-નિમિત્ત આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને ? તેથી કહ્યું કે ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે.’ તો પંચમહાવ્રતના પરિણામ ચારિત્ર છે કે નહિ? પંચમહાવ્રતના પરિણામ ને છ કાય-જીવની અહિંસાના ભાવ એ ચારિત્ર નહિ, અચારિત્ર છે. એવો વ્યવહા૨ છે ખરો, પણ તે ચારિત્ર નથી. અહા! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન-અનુભવ થાય તે ચારિત્ર આ વ્યવહા૨ નહિ. જ્ઞાનીને એ વ્યવહા૨ હોય છે પણ એને એ માત્ર જાણવાલાયક-જાણેલો પ્રયોજનવાન છે. જ્ઞાની તેમાં તદ્રુપએકમેક નથી. અજ્ઞાની એ વ્યવહારમાં તદ્રુપ-એકમેક થઈ ગયો હોય છે તેથી તે એને દીર્ઘ સંસારનું જ કારણ થાય છે. અહા! નિશ્ચયચારિત્ર જે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ છે તેનો આશ્રય આનંદમૂર્તિ પ્રભુ શુદ્ધ આત્મા છે. ચારિત્રનું ઉપાદાન તો ચારિત્રની વીતરાગી પર્યાય પોતે છે, પણ એનું નિમિત્ત-આશ્રય ભગવાન ત્રિકાળી શુદ્ધ આત્મા છે. આવો મારગ છે ભાઈ ! મોક્ષના મારગનો આશ્રય મોક્ષનો મારગ નથી, પણ એનો આશ્રય-ધ્યેય ભગવાન આત્મા છે. ૩૨૦ મી ગાથામાં આવે છે કે–સમ્યગ્દર્શનનું ધ્યેય સમ્યગ્દર્શન નથી પણ ત્રિકાળી શુદ્ધ આત્મા સમ્યગ્દર્શનનું ધ્યેય છે. અહા! સાચો (નિશ્ચય ) મોક્ષમાર્ગ પણ ધ્યેય નથી તો વ્યવહારના વિકલ્પ તો કાંઈ છે જ નહિ, એ તો બંધનું જ કારણ છે. આમ છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું? એમ ત્રણકાળમાંય નથી. પણ અત્યારે તો એ ખૂબ હાલ્યું છે કે વ્યવહાર કરતાં કરતાં થાય. લોકો પણ એમાં હો-હા કરીને ભળી જાય છે. પણ શું થાય ભાઈ! મારગ તો આ છે કે- ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે.' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy