SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ ] વચન રત્નાકર ભાગ-૮ * ગાથા ૨૬૮-૨૬૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થસ્વરૂપ ન જાણવું.' શું કીધું? કે આ હું પર જીવને મારું-જિવાડું, બંધાવું-મૂકાવું ઈત્યાદિ જે પરમાં એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે તે અજ્ઞાનરૂપ છે. અહા ! જગતના અન્ય પદાર્થની વ્યવસ્થા હું કરી શકું એવી માન્યતા અજ્ઞાનરૂપ છે. તેવી રીતે પર મને મારે-જિવાડે ઈત્યાદિ જે અધ્યવસાય છે તે પણ અજ્ઞાનરૂપ છે. કેમકે પરદ્રવ્યમાં પરદ્રવ્યનો પ્રવેશ જ નથી, પરદ્રવ્યનું પદ્રવ્ય કાંઈ કરી શકતું જ નથી આ મૂળ વાત છે. તેથી, કહે છે, તે અધ્યવસાનને પોતાનું પરમાર્થસ્વરૂપ એટલે કે વાસ્તવિકસ્વરૂપ ન જાણવું. અહાહા..! હું તો જ્ઞાનસ્વરૂપ છું, ને પર વસ્તુ જ્ઞય છે એ તો વાસ્તવિક વસ્તુસ્વરૂપ છે. પણ હું પરનું કરું કે પરથી મારામાં થાય એ કાંઈ પરમાર્થસ્વરૂપ નથી, વસ્તુનું યથાર્થ સ્વરૂપ નથી. તો શું છે? એ તો મિથ્યા અધ્યવસાન છે. હવે કહે છે. - તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.” પદ્રવ્યની ક્રિયા તો સતત એનાથી–તે દ્રવ્યથી થઈ જ રહી છે, ત્યાં આ હું કરું છું એવા અધ્યવસાનથી આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ પોતાને પરરૂપ માનીને પ્રવર્તે છે. તેનું ફળ ચતુતિરૂપ સંસાર છે. હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છે: * કળશ ૧૭૨: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વિશ્વાતુ વિમ: પિ દિ' વિથથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં “માત્મા' આત્મા “ય—પ્રમાવાન્ માત્માનમ્ વિશ્વમ્ વિવાતિ' જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે ‘US: Mધ્યવસાય:' એવો આ અધ્યવસાય શું કહે છે? કે આત્મા, જ્ઞતિમાત્ર જેની એક સ્વાભાવિક ક્રિયા છે એવો જ્ઞાનાનંદકંદ પ્રભુ આખા વિશ્વથી ભિન્ન છે. અહાહા..! ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કુટુંબ-પરિવાર ઈત્યાદિ જગતના સર્વ અન્યદ્રવ્યો અને એના ગુણ-પર્યાયોથી ભિન્ન છે. આ દયા, દાન આદિ ભાવ છે એ પણ વિશ્વમાં જાય છે હોં. ભગવાન આત્મા દયા, દાન આદિ ભાવથી ભિન્ન છે. લ્યો, આવી વાત છે ! જગતના અનંતા આત્મા ને અનંતાનંત પરમાણુઓથી પોતે વિભક્ત એટલે જાદો હોવા છતાં કોઈ ને બાકી રાખ્યા વિના એ મારાં છે ને હું એની ક્રિયા કરું એવા અધ્યવસાનથી જીવ પોતાને વિશ્વરૂપ-અનેકરૂપ કરે છે. છે તો પોતે સદા અખંડ એક જ્ઞાયકરૂપ, પણ મિથ્યા અધ્યવસાનથી પોતાને વિશ્વરૂપ કરે છે. અહા ! પરને હું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy