SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯ ] ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેક થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. વિશેષમાં અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશઃ ) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા જેથી આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આ સ્થળે આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ તથા અન્ય મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે, જેમની નામાવલિ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે બદલ સમસ્ત દાતા ભાઈ-બહેનોનો આભાર માનવામાં આવે છે. આ પ્રકાશનનું મુદ્રણકાર્ય બહુ સુંદર, ત્વરિત અને કાળજીભર્યું કરી આપવા બદલ સુમતિ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોનો આભાર માનીએ છીએ. આવકાર્ય: આ પ્રકાશન અમારો આઠમો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગુણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. સૂચનાઃ (૧) આ શાસ્ત્રનું અધ્યયન કરનાર દરેક ભાઈ-બહેનોને નમ્ર વિનંતી છે કે આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો. (૨) આ શાસ્ત્રમાં સમયસારજીની મૂળ ગાથા, ટીકા, ભાવાર્થ, કળશ અને ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એ રીતે ક્રમ આપવામાં આવેલ છે. વીર સં. ૨૫૧૦ લિ. કારતક વદ ૭ શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ -O Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy