SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ હું બીજાને સુખી-દુઃખી કરું એમ આશય-અભિપ્રાય રાખે પણ એમ બનતું નથી, કોઈ બીજાને સુખી-દુઃખી કરી શકાતું નથી. તેથી તે અભિપ્રાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે, તે અજ્ઞાન છે.” અહા ! આવી સ્પષ્ટ વાત છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુ:ખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દષ્ટિમાં ગૌણ છે. વ્યવહારથી પરને પરનો કર્તા કહેવામાં આવે એ બીજી વાત છે, પણ વસ્તુસ્થિતિ એમ છે નહિ એમ યથાર્થ સમજવું જોઈએ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૬૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ફદ' આ જગતમાં “મર—નીતિ– –સૌથમ' જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-“સર્વ સવ નિયત સ્વવીય–કર્મોરયાત મવતિ' બધુંય સદૈવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે. શું કીધું? જીવોને જીવન, મરણ અને સુખ-દુઃખના સંજોગો મળે એ બધુંય હમેશાં નિયમથી પોતાના કર્મના ઉદયથી મળે છે. કોઈ બીજો બીજાના જીવન-મરણને કે સુખદુ:ખને કરે છે એમ છે જ નહિ. પર: પુમાન પૂરસ્થ મરણ–બીવિત–દુ:ર–સૌરથમ –બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુ:ખ, સુખ કરે છે “યત્ તુ' આમ જે માનવું “ તત્ જ્ઞાનમ' તે તો અજ્ઞાન છે. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયાનોજીવિત મરણ, સુખ, દુઃખ ઇત્યાદિનો કર્તા છે એમ માનવું તે અજ્ઞાન છે. અહા ! એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માને કે ઈશ્વરને બધાયનો કર્તા માને-એ બેય માન્યતા એક સરખું અજ્ઞાન છે. જગતને ઈશ્વરનો કર્તા માને, વા એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માને એ બન્નેય મિથ્યાદષ્ટિ છે, દીર્થસંસારી છે. ફરી આ જ અર્થને દઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે: * કળશ ૧૬૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * તત્ અજ્ઞાનમ્ ગથિયાચ’ આ (-પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy