SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ (અનુકુમ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्। द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।। ६८ ।। આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય; તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. ભાવાર્થ- “ જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે' એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભુષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે (જ્ઞાની) પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થઃ- [અજ્ઞાની ] અજ્ઞાની [અજ્ઞાનમયમાવાનામ્ ભૂમિજાન્] (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [ વ્યાણ] વ્યાપીને [દ્રવ્યશનિમિત્તાનાં ભાવાનાન] (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [તુતામ્ તિ] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે ). ૬૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy