SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૨૮-૧૨૯ णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया ।। १२८ ।। अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो । जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ।। १२९ ।। ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः । यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावा: खलु ज्ञानमयाः ।। १२८ ।। अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः । यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः ।। १२९ ।। આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કા૨ણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કા૨ણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. ગાથાર્થ:- [ ચસ્માત્] કારણ કે [જ્ઞાનમયાત્ ભાવાત્] જ્ઞાનમય ભાવમાંથી [જ્ઞાનમય: વ] જ્ઞાનમય જ [માવ:] ભાવ [નાયતે] ઉત્પન્ન થાય છે [તસ્માત્] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીના [ સર્વે માવા ] સર્વ ભાવો [હતુ] ખરેખર [ જ્ઞાનમય: ] જ્ઞાનમય જ હોય છે. [7] અને, [ યસ્માત્] કારણ કે [અજ્ઞાનમયાત્ ભાવાત્] અજ્ઞાનમય ભાવમાંથી [અજ્ઞાન: વ] અજ્ઞાનમય જ [ ભાવ: ] ભાવ [ ખાયતે ] ઉત્પન્ન થાય છે [તસ્માત્] તેથી [ અજ્ઞાનિન: ] અજ્ઞાનીના [ માવા: ] ભાવો [ અજ્ઞાનમયા: ] અજ્ઞાનમય જ હોય છે. ટીકા:- ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy