SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૨૭ किं ज्ञानमयभावात्किमज्ञानमयाद्भवतीत्याह अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दु ण कुणदि तम्हा दु कम्माणि ।। १२७ ।। अज्ञानमयो भावोऽज्ञानिनः करोति तेन कर्माणि। ज्ञानमयो ज्ञानिनस्तु न करोति तस्मात्तु कर्माणि।। १२७ ।। જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે: અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. ગાથાર્થ:- [ અજ્ઞાનિન: ] અજ્ઞાનીને [અજ્ઞાનમય: ] અજ્ઞાનમય [ ભાવ:] ભાવ છે [ તેન] તેથી અજ્ઞાની [ વર્માળિ] કર્મોને [ રોતિ] કરે છે, [ જ્ઞાનિન: તુ] અને જ્ઞાનીને તો [ જ્ઞાનમય: ] જ્ઞાનમય (ભાવ) છે [તસ્માત્ તુ] તેથી જ્ઞાની [ ળિ] કર્મોને [રોતિ] કરતો નથી. ટીકા:- અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં ( હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્યો છે એવા પોતે “આ હું ખરેખર રાગી છું, હેપી છું (અર્થાત્ આ હું રાગ કરું છું, લૅપ કરું છું )” એમ (માનતો થકો) રાગી અને હેવી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે. જ્ઞાનીને તો, સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને હૃષી થતો નથી (અર્થાત રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy