SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૭ अत एतत्स्थितम्उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ।। १०७ ।। उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च। आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।। હવે કહે છે કે ઉપરના હેતુથી આમ કર્યું - ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુદગલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ગાથાર્થ- [ માત્મા] આત્મા [પુનિંદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્યને [ ઉત્પાદ્રયતિ] ઉપજાવે છે, [કરોતિ ] કરે છે, [વનાતિ] બાંધે છે, [પરિણામયતિ] પરિણમાવે છે [] અને [મૃતિ ] ગ્રહણ કરે છે-એ [ વ્યવહારનયચ] વ્યવહારનયનું [ વ ] કથન છે. ટીકાઃ- આ આત્મા ખરેખર, વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલ- દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. ભાવાર્થ- વ્યાયવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે. સમયસાર ગાથા : ૧૦૭ મથાળું હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યું: * ગાથા ૧૦૭: ટીકા ઉપરનું પ્રવચન * “આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ-એવા પુદ્ગલ દ્રવ્યાત્મક (પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી;.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy