SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૪ अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता।।१०४ ।। द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि। तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता।। १०४ ।। આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે કહે આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪. ગાથાર્થઃ- [માત્મા] આત્મા [પુતિમયે વળ] પુદ્ગલમય કર્મમાં [દ્રવ્ય ] દ્રવ્યને તથા ગુણને [ન રોતિ] કરતો નથી; [તસ્મિન] તેમાં [ તદ્ ઉમયમ] તે બન્નેને [ અજીર્વન] નહિ કરતો થકો [સ: ] તે [તસ્ય વર્તા] તેનો í [] કેમ હોય? ટીકાઃ- જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલ દ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy