SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે કેમકે તે મૂળ વસ્તુભૂત નથી. વસ્તુના અંતરમાં-સ્વરૂપમાં વિકારી ભાવો છે જ નહિ. માટે તેઓ જૂઠા છે. પરંતુ એ ભેદો વાસ્તવિકપણે જૂઠા કયારે થાય ? કે જ્યારે જ્ઞાનની પર્યાય સ્વરૂપ તરફ વળી અંતનિમગ્ન થાય ત્યારે. પર્યાય તરીકે તો એ ભેદો છે, પણ આત્માના ચૈતન્યસ્વરૂપમાં તેઓ નથી. તેથી વર્ણાદિ ભાવો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી આત્માના નથી એવો યથાર્થ સ્યાદ્વાદ છે. તે પ્રમાણે નિમિત્ત છે, પણ નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થતું નથી એ સ્યાદ્વાદ છે. બનારસીદાસે કહ્યું છે ને કેનહિ નિમિત્તકો દાવ.'–નિમિત્તનો કદી દાવ આવતો જ નથી. કાર્તિકેય સ્વામીએ એક ગાથામાં કહ્યું છે કે પૂર્વ-પરિણામયુક્ત દ્રવ્ય તે કારણ છે અને ઉત્તરપરિણામયુક્ત દ્રવ્ય તે કાર્ય છે તો પછી નિમિત્ત (પર દ્રવ્ય) કારણ છે એ કયાં રહ્યું? વ્યવહારથી કહેવું હોય તો પૂર્વ પરિણામ કારણ અને ઉત્તર પરિણામ કાર્ય કહેવાય. તથા નિશ્ચયથી જોઈએ તો, એ જ પરિણામ કારણ અને એ જ પરિણામ કાર્ય છે. [ પ્રવચન - ૧૦૫ (ચાલુ) | દિનાંક ૨૪-૬-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy