SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૫૭ कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत् एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो। ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।। ५७ ।। एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः। न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात्।। ५७ ।। હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે: આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭. ગાથાર્થ- [ wત્તે: ૨ સત્પન્થ:] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [ ક્ષીરો યથી વ] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [ જ્ઞાતવ્ય:] જાણવો [૨] અને [ તાનિ] તેઓ [તચ તુ ન ભવન્તિ ] તે જીવના નથી [વરમાત્] કારણ કે જીવ [ ઉપયો| Mાધિs:] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (–ઉપયોગગુણ વડે જુદો જણાય છે). ટીકાઃ- જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતે-વર્ણાદિક પુદ્ગલ દ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહુસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy