SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૬૧ છે, पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि । गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ॥६१॥ प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु । गच्छति पुरतः श्रमणः ईर्यासमितिर्भवेत्तस्य ॥६१।। અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧. અન્વયાર્થ:- (2મળ:) જે શ્રમણ (પ્રમુખ) પ્રાસુક માર્ગે (દ્રિવા) દિવસે (યુપ્રિમાણ) ધુરાપ્રમાણ (પુરત:) આગળ (વનું અવતો) જોઈને (છતિ) ચાલે છે, (તસ્ય) તેને (સમિતિ:) ઈર્યાસમિતિ (મ) હોય છે. ટીકા:- અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. જે *પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ તો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહાર સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું. હવે નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મ એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યફ ઈતિ’ (-ગતિ) અર્થાતુ પરિણતિ તે પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં સુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. (આ ઈર્યાસમિતિની માફ્ટ અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.)
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy