SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ હોય છે એમ કહે છે. અહા! મુનિવરો કહેતા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ જેમને પૂર્ણ વીતરાગતા પ્રગટી છે એવા અરિહંતનાં ચરણમાં નમે છે. પ્રશ્ન :- એકકોર ભક્તિ હેય છે એમ આપ કહો છો અને અહીંયા....? સમાધાન :- શું એવી ભક્તિ આવ્યા વિના ન રહે? તે ભક્તિ છે હેય, છતાં પણ આવે કે નહીં? ભક્તિનો વિકલ્પ એ શુભપયોગ છે અને હેય છે, તો પણ આવ્યા વિના રહેતો નથી. પ્રશ્ન :- શુભભાવનો નિષેધ છે તો આવે છે શા માટે? સમાધાન :- શુભભાવનો નિષેધ છે એટલે કે એ આદરણીય નથી, છતાં તે “છે' તો ખરો ને? અર્થાત્ જે “છે' તે આદરણીય નથી એમ કહેવું છે ને? માટે શુભભાવ આવે તો ખરી; પણ તે આદરણીય નથી, હેય છે એમ કહે છે. પ્રશ્ન :- શુભભાવ હેય છે તો શા માટે કરવો? સમાધાન :- પણ કરવો શું? (-તેને કરવો કે ન કરવો એ પ્રશ્ન જ નથી.) એ શુભભાવ આવ્યા વિના રહેતો જ નથી. શ્રોતા :- તેને શાસ્ત્રમાં હેય કહે, અગ્નિ સમાન કહે અને છતાં આવે? પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), તેને અનેક પ્રકારે કહે - અગ્નિ કહે અને ધગધગતા અંગારા પણ કહે. કેમ કે શુભભાવ તે કષાય છે, રાગ છે. છતાં મુનિવરોને પણ શુભભાવ આવે છે, હોય છે અને તેને મુનિ જાણે છે. આવું જ સ્વરૂપ છે. અહીં કહે છે કે પરમેશ્વર ત્રિલોકનાથ વીતરાગતારૂપ શાંતરસે પૂર્ણ પરિણમી ગયા છે અને એમના ઉપર મુનિવરોને પણ ભક્તિ આવે છે એટલે કે તેમનાં ચરણમાં નમે છે. ‘પ્રાતીનાશપાશ: યમના પાશનો જેમણે નાશ કર્યો છે.” વીનાશ = યમ. યમના પાશનો – બંધનનો ભગવાને નાશ કર્યો છે. એટલે કે એમને હવે કાળનું બંધન રહ્યું નથી એમ કહે છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy