SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ ‘(૩) સ્વદરહિત, મળરહિત ઈત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂ૫'... સ્વદરહિત’ કહેતા અરિહંત ભગવાનને પરસેવો ન હોય. સ્વેદ એટલે પરસેવો. ‘મળરહિત કહેતા તેમને દિશા-જંગલ (ઝાડો) અને પેશાબ (-મૂત્ર) ન હોય. કેમ કે તેમને આહાર જ નથી ને? ઈત્યાદિ આવા ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ અરિહંત છે. - આ વ્યવહારની (સંયોગની) વાત કરી કે પુણ્યપ્રકૃતિથી આવો યોગ ભગવાનને હોય જ. જ્યારે પહેલાં ગુણની વાત કરી તે નિશ્ચયની વાત હતી. -આવા, ભગવંત અહંતો હોય છે. લ્યો, આવા ભગવાન અરિહંત હોય છે. જે વાસ્તવિક અરિહંતનું સ્વરૂપ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે તો તેને આત્મા સાથે મેળવવાનો પ્રસંગ આવે. અરે પણ! અત્યારે અજ્ઞાનીને એની દરકાર કયાં છે? એ તો બસ, ‘ભગવાન છે, ભગવાન છે' એમ બોલે રાખે છે. અહા! અહીંયા આ બધું કહીને કોઈ સાધારણ પ્રાણી પોતાને આહાર-પાણી અને શરીરમાં રોગ હોય છતાં અરિહંત મનાવે તો તે અરિહંત નથી એમ બતાવે (કહે) છે. સમજણું કાંઈ? છે શ્લોક - ૯૬ ઉપરનું પ્રવચન છે | (આ શાસ્ત્રની ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ છે. તેમણે) આ લોકમાં શ્રી પદ્મપ્રભુ ભગવાનને સંભાર્યા છે. કેમ કે પોતે પદ્મપ્રભમલધારીદેવ છે ને? આ શાસ્ત્રની ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારીદવ વનવાસી દિગંબર મુનિ-સંત હતા. તેઓ આચાર્ય નહોતા, પણ મુનિ હતા. તો, પોતાના નામના ભગવાન શ્રી પદ્મપ્રભુ છે તેમને યાદ કરીને સ્તુતિ કરે છે. જો કે અત્યારે તો ભગવાન શ્રી પદ્મપ્રભુ સિદ્ધ થઈ ગયા છે. પણ જ્યારે તેઓ અરિહંતપદે હતા ત્યારે કેવા હતા ભગવાન? – એમ કહીને સ્તુતિ કરે છે. ચોવીસ તીર્થંકર અત્યારે તો આઠ કર્મોનો નાશ કરીને સિદ્ધ થઈ ગયા છે. અત્યારે તેમને શરીર નથી. પરંતુ આ તો જ્યારે તેઓ અરિહંત હતા ત્યારની વાત કરે છે : “પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે.” જે કોઈ ભગવાન અરિહંત થાય - કેવળજ્ઞાન પામે – ત્યારે તેમનું શરીર સ્ફટીક જેવું પરમ ઔદારિક થઈ જાય. શરીરના રજકણો જ એવા–સ્ફટીક જેવા–થઈ જાય. પછી તેમને રોગ, આહાર કે પાણી પણ ન હોય. અહા! એ શરીર તરફ નજર નાખતા ભામંડલ હોય તેમાં સાત ભવનું
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy