SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૬] [૧૮૯ થયો છે, કુંભારથી નહીં. તેમ જ એક ઉત્પાદના બે કારણ હોઈ શકે નહીં. આ તો બાપા! અલૌકિક વાતો છે! પ્રશ્ન:- કુંભાર ઘડાને હાથ તો લગાડે છે ને? સમાધાન:- કુંભાર ઘડાને હાથ લગાડતો જ નથી, એ તો રાગ-વિકલ્પ કરે છે. ખરેખર તો હાથ પોતાના કારણે આમથી તેમ થાય છે, કુંભારથી નહીં. તથા હાથ પણ ઘડાને અડે છે ક્યાં? કેમ કે દરેક દ્રવ્ય પોતાના અનંતગુણને-ધર્મને સ્પર્શે છે, ચુંબે છે, આલિંગન કરે છે, તો પણ પરદ્રવ્યને અડતું નથી. દ્રવ્યો પરસ્પર આલિંગન કરે એમ ત્રણકાળમાં બનતું નથી. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. -આમ સમયસારની ત્રીજી ગાથામાં છે. બાપુ! વીતરાગના તત્ત્વજ્ઞાનની વાત આવી ઝીણી છે. આ વાત બીજા કોઈ સાથે મેળ ખાય એવી નથી. જ્યાં જૈનના વાડા સાથે આ વાતનો મેળ ખાતો નથી ત્યાં અન્યમતમાં તો આ વાત હોય જ કયાં? અહા ! ભગવાને જે કહ્યું તેના ભાવને જે સમજનાર-ધારનાર છે, જેણે ઇંદ્રિયોને જીતી છે, અશુભમનથી પાછા વળવું એ પણ જેને નથી અર્થાત્ શુભરાગ પણ જેને નથી તેવા મુનિને સાચી (-નિશ્ચય) ગુતિ હોય છે.- આમ નિશ્ચયગુમિની વાત છે. આ (૬૬મી) ગાથામાં વ્યવહારગુમિની વાત છે, જ્યારે હવે નિશ્ચય ગુપ્તિની વાત છે. પ્રવચન નં. NST / તારીખ ૩-૭-૭ર ૬૧ ગાથા – ૬૬) શ્લોક - ૯૧૭
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy