SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ ‘જેણે નિદ્રાનો નાશ કર્યો છે......' મુનિને (બહુ) નિદ્રા ન હોય. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર ગા સેકંડની નિદ્રા હોય. છઢાળા'માં આવે છે ને? કે ‘ભૂમાહિં પિછલી રયનિમેં કછુ શયન એકાસન કરન.” (છઠ્ઠી ઢાળ પદ ૫.) બસ, મુનિ એક કરવટ (-પડખે) સૂવે અને તે પણ ગાા સેકંડની અંદર નિદ્રા હોય. છઠ્ઠ ગુણસ્થાન જ ના સેકંડની મુદતવાળું છે. તેથી, જરી એટલી (ગા. સેકંડ) નિદ્રા આવી જાય છે. પરંતુ તેનાથી વધારે નિદ્રા તેમને ન હોય. જે વધારે નિદ્રા તેમને હોય (આવી જાય) તો મુનિપણું રહેતું નથી એમ કહે છે. તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે'. આવી આનંદની-ધ્યાનની ધારા જેમને અંદરથી પ્રગટી છે તે મુનિરાજ કલેશજાળને બાળીને રાખ કરી નાખે છે. લ્યો, આવાને મુનિ કહીએ, તેમને એષણાસમિતિથી આહાર લેનાર કહીએ ને તેમને તપસ્વી-મુનિ કહેવામાં આવે છે. છે શ્લોક - ૮૬ ઉપરનું પ્રવચન તેંડું ભકતના હસ્તાગ્રથી (હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને.” મુનિની એષણાસમિતિની વાત ચાલે છે ને ? તો કહે છે કે મુનિને આહાર દેવામાં આવે છે તેને લઈને....મુનિને એષણાસમિતિનો-આહાર લેવાનો વિકલ્પ હોય છે. એટલે કહે છે કે આહાર લઈને-ભોગવીને... બસ, એટલું કહીને વ્યવહારની વાત કરી. હવે ‘પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને...' | નિત્ય, પૂર્ણ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું ધ્યાન કરીને.......લ્યો, “નિત્ય, પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્મા’ – એ ધ્રુવ છે અને તેનું ધ્યાન કરીને -એ પર્યાય છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy