SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ આવો વિકલ્પ હોય છે. પણ તેનાથી બીજે (વિરૂદ્ધ) વિકલ્પ અર્થાતુ પોતાના માટે કરેલા આહારાદિ લેવાનો વિકલ્પ ન હોય. અને જો તે પોતાના માટે કરેલા આહારાદિ લેવાનો વિકલ્પ) હોય તો તેને વ્યવહાર એષણાસમિતિ રહેતી નથી. તેમ જ તેથી સાચી નિશ્ચયસમિતિ પણ રહેતી નથી. આવી વાત છે બાપુ! તેણે શ્રદ્ધામાં ને જ્ઞાનમાં તો લેવું પડશે ને કે માર્ગ આવો છે? પણ માર્ગ પ્રાપ્ત ન થયો હોય માટે બીજું ખતવવું (-બીજી રીતે માનવું) એમ ન હોય. પરંતુ મુનિ શું કરે? કેમ કે અત્યારે આવો કાળ છે અને જે ઉદ્દેશીક આહાર ન લે તો શરીર ટકે શી રીતે? માટે ગૃહસ્થ આહાર કરી દેવો જોઈએ અને મુનિ પોતાના માટે કરેલો આહાર લે. - આમ અજ્ઞાની કહે છે. પણ ભાઈ આવો માર્ગ કોણે કહ્યો? ( પાળી ન શકાય તો) તેને કોણે કહ્યું હતું કે તું મુનિપણું લે? તેમ જ સમજ્યા વિના મુનિપણું લીધું છે તો, એ તો અજ્ઞાન છે. પોતાની દશા-પરિણામની યોગ્યતા અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું નિમિત્તપણું કેવું છે તેનું જ્ઞાન નથી અને મુનિપણું લઈ લીધું છે તો, એ તો મિથ્યાત્વભાવ છે. અહીં એમ કહ્યું કે (૧) તપોધન નિદૉષ વસ્તુ હોય તો લે. પણ આહારાદિ કરે (-બનાવે) નહીં, કરાવે નહીં અને કર્તાને અનુમોદે પણ નહીં એટલે કે તેઓ પોતાના માટે કરેલું કાંઈ લે જ નહીં. અને તે પણ (૨) પ્રમાદ ને રોગાદિનું કારણ ન થાય એવો આહાર હોય. તથા તે પણ (૩) આવી ભક્તિવાળો ને દાતાના ગુણવાળો દાતાર આહાર દે તો મુનિ લે. તે સિવાય મિથ્યાષ્ટિ-અજ્ઞાની અભક્તિથી આહાર દે અને મુનિ લે એમ ન હોય. ભલે આહાર દેનારા મિથ્યાદષ્ટિ હોય, છતાંપણ વ્યવહારે તો તેના શ્રદ્ધા આદિ યથાર્થ હોય એમ અહીં કહે છે. હવે નિશ્ચયથી એમ છે કે-જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે.” આહાર લેવો તે વસ્તુ (-એવું કાર્ય) આત્મામાં છે જ નહીં. તેમ જ નિદોષ આહાર લેવાનો વિકલ્પ પણ વસ્તુ આત્મામાં નથી.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy