SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનઃ તા. ૨૨-૨-૧૯૭૮ (... શેષાંશ) આહા... હા! અમૃત રેડ્યાં છે. આ દિગંબર સંતોની વાણી !! (બીજે આ વાત , ક્યાંય નથી. “નાગા બાદશાહથી આઘા”- દરકાર ન મળે, જગતની દરકાર ન મળે કે આવું કહેશે તો સમાજ સરકી જશે કે નહીં? સમાજ અમારો વિરોધ કરશે કે નહીં? –દુનિયા દુનિયાનું જાણે. માર્ગ આ છે! આહા.... હા ! અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક”- નિશ્ચયસ્વરૂપ, (નિશ્ચય) ચરણસ્વરૂપ, સ્વ-રૂપ, આનંદસ્વરૂપ, નિશ્ચયરમણતાસ્વરૂપ “પરમોપેક્ષાસંયમના ધરનારને ”જેને રાગથીવ્યવહાર-રત્નત્રયથી પણ ઉપેક્ષા વર્તે છે એ પરમ ઉપેક્ષા સંયમના ધરનારને “નિશ્ચય પ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.” -શું કીધું, સમજાણું? નિશ્ચયચરણસ્વરૂપ પરમ ઉપેક્ષા સંયમ-સ્વરૂપની રમણતાસ્વરૂપ અને રાગની પરમ ઉપેક્ષા ( રૂપ) એવું સંયમ-એના ધરનારને નિશ્ચય-સાચું-સત્ય પ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે. આ સ્થાનકવાસી શ્વેતાંબર સાંજ-સવાર પ્રતિક્રમણ કરે ને...! અહોહોહો.... શું કર્યું જાણે! એમ થઈ જાય એને. દષ્ટિ મિથ્યાત્વ અને જરી શુભભાવ કરે (એમાં જાણે થઈ ગયો ધર્મ !) ૧૯૮૦ની વાત છે. બોટાદમાં એક ભાઈને પૂછયું કે આ બધું તમે કરો છો પણ એમાં આ ભગવાન શું ને અનુભવ શું એ કાંઈ ખબર છે? એ વિભાવ અને અનુભવ શું? તો કીધું કે આપણે આ વિભાવ અને અનુભવ હોય નહીં. એક સાધુએ તો કીધું કે: એ બધું વેદાંતમાં હોય. (મું) કીધું: આ શું કરો છો, પ્રભુ? ઓલા સાધુ એમ કહેતા-વિભાવ અને અનુભવ જૈનદર્શનમાં હોય નહીં. વિભાવ ને અનુભવ એ અન્ય મતિઓ કહે છે. અરર. ૨! કીધું, શું કરો છો પ્રભુ આ તમે? અહીંયાં કહે છે કેઃ “નિશ્ચયચરણસ્વરૂપ પરમ ઉપેક્ષા' – જોયું! આહા... હા! રાગની ક્રિયા છે એ ઉપેક્ષા કરવા જેવી છે. પંચમહાવ્રતના પરિણામ આદિ ઉપેક્ષા કરવા જેવા છે, અપેક્ષા રાખવા જેવા નથી, એમ કહે છે. (પરમોપેક્ષાસંયમના) ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે. .... વિશેષ કહેશે. પ્રવચન: તા. ૨૩-૨-૧૯૭૮ નિયમસાર” ગાથા-૮૫ ટીકા. “અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક પરમોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.” – શું કહે છે? કે: આત્મા પૂર્ણાનંદ અને અખંડાનંદસ્વરૂપ છે; એનું જેને પ્રથમ રાગથી ભિન્ન પડીને ભાન થયું કે હું તો જ્ઞાયક અને શુદ્ધ ચૈતન્ય છું” એ વખતથી તે રાગથી ભિન્ન પડી ગયો એટલે રાગનો સ્વામી નથી છતાંય જ્યારે (હજી) અસ્થિરતા છે તેને પણ છોડીને હવે હું મારા સ્વરૂપમાંઆનંદના ધામમાં રમવા માગું છું. વ્યવહાર-આચાર આદિ જેટલા છે–પંચાચાર: જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ પાંચ છે ને...! ( પ્રવચનસાર” ચરણાનુયોગસૂચક ચૂલિકા.) જ્ઞાનાચારઃ કાળે ભણવું, વિનયથી ભણવું એ આદિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy