SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates an શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૫૭ હા! સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા-જોયું? “એવા મને”. આ પર્યાયની વાત નથી. આ શક્તિ-સ્વભાવરૂપ-ત્રિકાળ-યથાખ્યાતવાળા-યથાપ્રસિદ્ધ ચારિત્રમારામાં-અંદર સ્વરૂપમાં સ્થિરતા ત્રિકાળ.... ત્રિકાળ. ત્રિકાળ.. ત્રિકાળ પ્રસિદ્ધ છે! આહા... હા! “એવા મને” [ આ શબ્દ કેમ વાપર્યો-કેમકે: વેદાંતમાં એમ કહે છે કે“હું” કહો તો એ તો જુદો પડી ગયો. (માટે) “સર્વ' કહો. કારણ કે તેઓ “સર્વવ્યાપક” માને છે ને..? અને જો “હું” માને તો તે બધામાં જુદો પડી જાય તેમ છે. માટે વેદાંતની જે માન્યતા એક જ સર્વવ્યાપક છે' તેના પરિહાર અર્થ, તેમજ અનંત આત્માઓ, અનંત રજકણો (અને બીજા ચાર દ્રવ્યોથી) “હું” ભિન્ન છું, એમ દર્શાવવા માટે અહીં “એવા મને” શબ્દ વાપર્યો છે]. આ શબ્દ બધા (બોલ) માં આવ્યો છેઃ (જેમ કે, “” નારકપર્યાય નથી, એમ. (મારા) આત્મા (માટે) “હું” કહું છું; બધા માટે “હું” (શબ્દ) કહેતો નથી; એમ કહે છે. આહા... હા ! એવા મને “સમસ્ત સંસા૨કલેશનાહેતુ”- “સંસUTY રૂતિ સંસા૨:” એ સમસ્ત સંસાર કલેશ છે. ચાહે તો સ્વર્ગ હો તોપણ કલેશ છે. રાગનો કલેશ છે. દુ:ખનો... દુ:ખનો કલેશ સંસાર છે. એવા કલેશના હેતુ “ ક્રોધ-માન-માયા-લોભ નથી.” આહા... હા ! ક્રોધ, માન-એ દ્રષ; અને માયા, લોભ-એ રાગ; મારામાં નથી. - એ કોનામાં નથી ? પર્યાયમાં સર્વથા નથી, એમ નથી. એ તો હજી છદ્મસ્થ છે. તો પર્યાયમાં જરી છે. પણ મારું જે (શુદ્ધ) પરિણમન છે તેમાં નથી, એનો અર્થ મારામાં દ્રવ્યમાં નથી. આહા.... હા ! સમજાણું કાંઈ ? (એવા) મને સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” વૈષના બે ભેદઃ ક્રોધ અને માન. રાગના બે ભેદ: માયા અને લોભ. –એ સંસારકલેશના હેતુ છે. (“સમયસાર”) નિર્જરા અધિકારમાં (શ્લોક-૧૪૨) છેઃ “વિનશ્યન્તાં સ્વયમેવ” – (સ્વયમેવ અર્થાત્ જિજ્ઞાસા વિના) કલેશ પામે તો પામો.” મહાવ્રત (અને ત૫) ના ભારથી. કલેશ પામે તો પામે. પણ આત્માના અનુભવ વિના મોક્ષમાર્ગ ક્યારેય (પામી શકતા) નથી. અહીંયાં કહે છે કે: “સમસ્ત સંસાર” –એટલે ચાહે તો સ્વર્ગનો ભવ હોય કે ચાહે તો ચક્રવર્તીનો હોય કે કરોડો-અબજોપતિ માણસનો ભવ હોય. એ સંસાર છે. એ બધો એકલો કલેશ છે. આહા... હા! સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ એ મારામાં નથી. આહા... હા ! હવે, આ (ઉપરોકત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” - રાગાદિ થાય છે એનો નિશ્ચયથી હું કર્તા નથી. એ (“સમયસાર') ૪૭ શક્તિમાં વીર્યશક્તિનો પાઠ બતાવ્યો હતો ને...! કેઃ “સ્વરૂપની (આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ.” રાગની રચના કરે તે (વીર્યશક્તિ ) નથી. ( જ્ઞાનીને પણ રાગ) આવે છે, હોય છે. નિર્વિકલ્પમાં રહી ન શકે તો અશુભ ટાળવા માટે શુભ તો આવે જ છે. તો કોઈ કહે કેઃ (સોનગઢ) વ્યવહારનો નિષેધ કરે છે અને (ત્યાં) વ્યવહાર તો ઘણો ચાલે છે. મંદિર ને આ ને તે ! (પણ) એ તો એના કારણે બને છે. પણ એમાં ભાવ શુભ હોય છે. (શ્રોતા ) મંદિર વગેરે આપના ઉપદેશથી બન્યાં છે. (ઉત્તર ) મેં તો ક્યારેય એવું પણ કહ્યું નથી કે આ મંદિર બનાવો. હું તો ઉપદેશ (સિવાય કશું કરતો નથી અને તત્ત્વજિજ્ઞાસુ ) આવે તો (તે) સાંભળી લે છે. (અહીં) પહેલાં લોકોએ પોતાની મેળે) આ સ્વાધ્યાયમંદિર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy