________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા પ૧-૫૫ – ૧૦૭ (માટે) લઈ લે તો (એમ નથી; અહીં છઠ્ઠી-સાતમા ગુણસ્થાનની વાત છે). આ તો જે આત્માને જ્ઞાયકસ્વભાવ ત્રિકાળી પોતાનો સ્વભાવ છે તેને જ્ઞાયકભાવ છે; (તેને) એવા નિજ પરમ તત્ત્વની “શ્રદ્ધા વડ” –એ પર્યાય છે તે વડ–અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. એમ લેવું છે. અહીં એવું આવ્યું નથી કે વ્યવહાર વડે સિદ્ધપર્યાય થાય છે. ત્યાં (વ્યવહારરત્નત્રયમાં) તો પરંપરા લીધી હતી, કેમ કે (જેને નિશ્ચય હોય તેને સાથે) વ્યવહાર આવે છે; પણ પછી તેને છોડીને આગળ જાય છે, તો તેને પરંપરા (હેતુભૂત) કહ્યું. નહીંતર વ્યવહારમોક્ષમાર્ગ અને નિશ્ચયમોક્ષમાર્ગ (એમ) બે (મોક્ષમાર્ગ) લ્યો તો વ્યવહારમોક્ષમાર્ગનું ફળ વ્યવારમોક્ષ; અને નિશ્ચયમોક્ષમાર્ગનું (ફળ) નિશ્ચયમોક્ષ; એવા બે ભેદ (મોક્ષના) છે કોઈ ? (–એમ નથી.) (વ્યવહારમોક્ષમાર્ગ, એ) આરોપથી કથન છે. સમજાણું કાંઈ ? અહીં વ્યવહાર શ્રદ્ધા–દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા-લીધી નથી, એ તો બધો વ્યવહાર છે. “નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે....” અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. ચોથી લીટીમાં છે ત્યાં લેવું છે. જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની–ભાવની શ્રદ્ધા વડે... અભૂતપૂર્વ એટલે કે પૂર્વે કદી નહીં થયેલી એવી અપૂર્વ, સિદ્ધપર્યાય થાય છે. આહા... હા!
હવે, આમાં (કોઈ) કહે કે, વ્યવહારથી થાય છે અને નિશ્ચયથી થાય છે. (-એમ નથી). અહીં તો કહે છે કેઃ નિશ્ચયથી થાય છે અને વ્યવહાર તો વચ્ચે આવે છે તેનો અભાવ કરીને જ્યારે નિશ્ચય પૂર્ણ થાય ત્યારે સિદ્ધપર્યાય થાય છે. સમજાણું કાંઈ ? અહીં તો રત્નત્રય વડે મોક્ષ-સિદ્ધપર્યાય ઊપજે છે, એ બતાવવું છે ને....! એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડ, (એમ કહી, અહીં નિશ્ચયશ્રદ્ધાની વાત કરી).
હવે તજ્ઞાનમાત્ર” પહેલાં (વ્યવહાર) જ્ઞાન આવ્યું હતું કે સંશય, વિમોહુ ને વિભ્રમ રહિત, અને પછી આવ્યું જિનપ્રણીત હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન; બે વાર આવ્યું. પણ તે વ્યવહાર(સમ્યક ) જ્ઞાન છે. હવે અહીં (નિશ્ચયસમ્યજ્ઞાનની વાત છે.) “તજ્ઞાનમાત્ર” ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ વસ્તુના જ્ઞાન વડે અર્થાત્ આત્મજ્ઞાન વડે; એમાં શું આવ્યું? આત્મજ્ઞાન વડે અર્થાત્ પરના જ્ઞાન વડે નહીં, પર્યાયના જ્ઞાન વડે નહીં, (પણ) આત્મજ્ઞાન વડે; એટલે કે આત્મા જે ત્રિકાળી છે તેના જ્ઞાન વડે (સિદ્ધપર્યાય ઊપજે છે). એ જ્ઞાન એ “પર્યાય” છે; પણ આત્મા જે છે જેનું જ્ઞાન કર્યું એ વસ્તુ છે, એ તો “દ્રવ્ય” છે, એનું જ્ઞાન તે આત્મજ્ઞાન”. આત્માના ગુણનું જ્ઞાન અને આત્માની પર્યાયનું જ્ઞાન, એમ નહીં. સમજાણું કાંઈ?
આવી વસ્તુસ્થિતિ છે. માણસો સોનગઢ માટે ઘણું બધું લખે છે. એ તો એને જે ઠીક પડે તેમ લખે. તેથી એમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ કરવાની વાત જ નથી. તે (પણ) ભગવાન આત્મા છે! “પંચાસ્તિકાય' માં કહ્યું ને..! જીવાસ્તિકાય સાધર્મી જીવ છે. જીવાસ્તિકાયરૂપે શુદ્ધ ભગવાન પરમાત્મા જ્ઞાયક (છે). એ તો બધા આત્મા છે ને..! એ ઉપાદેય છે, એમ લીધું છે. પર્યાય (વિરોધવાળી) હોય એમાં શું?
અહીંયાં કહે છે કેઃ “તદ્રજ્ઞાનમાત્ર...” ભાષા શું છે? (શ્રદ્ધામાં) “માત્ર” શબ્દ નહોતો વાપર્યો, ત્યાં “નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે” (શબ્દ છે) અહીં તો જ્ઞાનમાં ક્યાંક ભૂલ પડી જાય છે ને... કારણ કે જ્ઞાનના ઘણા પ્રકાર છે ને... માટે કહ્યું: “તદજ્ઞાનમાત્ર! આત્માનું તદ્રજ્ઞાનમાત્ર. સમજાણું કાંઈ? તદ્દજ્ઞાન માત્ર “(-તે નિજ પરમ તત્વના જ્ઞાનમાત્ર સ્વરૂપ)” ચૈતન્ય ભગવાનનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com