SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૭૩ બધાય જીવો આવા (પરમાત્મસ્વરૂપે) છે; એ કરવામાં પણ એમ, કરાવવામાં પણ એમ, અને અનુમોદવામાં પણ એમ. વ્યવહાર કરવો, વ્યવહાર કરાવવો અને વ્યવહારને અનુમોદવો, એ વાત છોડી દીધી. સમજાય છે કાંઈ ? [“તિ નિરંતર ભાવના વર્તવ્યા”] આવી ભાવના નિરંતર. પાછો એક ક્ષણ કોક દી એનો વિચાર કર્યો, એમ નહીં. ... નિરંતર-અંતર પાડયા વિના એવા ભગવાન ત્રિકાળી સ્વભાવની ભાવના કર્તવ્ય છે. નિરંતર ‘આ’ ભાવના કર્તવ્ય છે-કરવા લાયક છે. આહા... હા! વ્યવહાર કરવા લાયક છે ને.... વ્યવહાર સાધનથી નિશ્ચય થાય છે ને...? બાપુ! એ બધાં કથનો છે. એ તો વ્યવહારનું જ્ઞાન કરાવવા માટેનાં (કથન) છે. બાકી કર્તવ્ય તો આ” (- “આત્મ-ભાવના') છે. વ્યવહાર કરવા લાયક છે ને.... વ્યવારથી નિશ્ચય થાય ને....! એવું જે જોર તું આપે છે ને. તેમાં તો એ પરિપૂર્ણ પરમાત્માનો તું અનાદર કરે છે ! આહા... હા! કેમ કે નિરંતર (“આ” આત્મ-) ભાવના કર્તવ્ય છે. અંતર ન પડે એવી રીતે એની ભાવના-એકાગ્રતા, એ કરવા લાયક છે! (બધી વાતનો) સરવાળો “એ” છે. –બે વ્યાખ્યાન થયાં આનાં. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy