SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨૦: ૨૧૩ જીવ) શું કરે છે? [બાળવિ ય બંધમોવવું] જાણે છે. કોને? બંધ-મોક્ષને. માત્ર બંધ મોક્ષને નહિ, [મુવયં ભિન્નર જેવ] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે. સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વભોકતૃત્વથી તથા બંધ-મોક્ષનાં કારણને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા ‘શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે' એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ-ભોતૃત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ ‘તાત્પર્યવૃત્તિ' નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો. વળી વિશેષ કહેવામાં આવે છેઃ ઔપમિકાદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદિયક એ ચાર ભાવો પર્યાયરૂપે છે અને શુદ્ધ પારિામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયક્રય દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા-પદાર્થ છે. ત્યાં, પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, શુદ્ધજીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને ‘શુદ્ધપારિણામિક ભાવ' એવી સંજ્ઞાવાળું જાણવું; તે તો બંધમોક્ષપર્યાય-પરિણતિ રહિત છે. પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વક્રય તે પર્યાયાર્થિક-નયાશ્રિત હોવાથી ‘ અશુદ્ધપારિણામિકભાવ ' સંજ્ઞાવાળાં છે. પ્રશ્ન: ‘અશુદ્ધ' કેમ? ઉત્તર ઃ સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વયનો અભાવ હોવાથી. તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક ‘દેશઘાતી ’ અને ‘ સર્વઘાતી ’ એવાં નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં, જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજપ૨માત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy