SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮ – ૩૧૧ઃ ૨૦૩ આહા... હા! આ તો શાંત માર્ગ વીતરાગનો છે! શ્રીમદ્ (વર્ષ ૧૭માં પહેલાં, આંક૧૫માં) કહે છે: “વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ”. ગુણવંતા જ્ઞાની! અમૃત વરસ્યા રે પંચમ કાળમાં.... આહા.... હા ! વચનામૃત વીતરાગનાં ને પરમ શાંતરસ મૂળ! પરમ શાન્તિ-રાગરહિત શાંતિ – એ વીતરાગનાં વચનનો સાર છે. છે. “ઔષધ જે ભવરોગનાં’ એ વીતરાગની વાણીમાં ભાવ કહ્યા એ ભવન રોગને નાશ કરવાની વાત છે. ઔષધ જે ભવરોગનાં.. પણ કાયરને પ્રતિકૂળ. સમયસાર માં બે-ત્રણ ઠેકાણે આવ્યું છે કેઃ “શુભભાવ” ના (જે) સચિવંત છે, તે નપુંસક-પાવૈયા-હીજડા છે. એને પોતાના પુરુષાર્થની ખબર નથી. સંસ્કૃતમાં “વત્નીવ” (શબ્દ) છે. શુભભાવની રચના કરવાવાળો અને શુભથી ધર્મ થાય છે – એવી માન્યતાવાળો, નપુંસક – હીજડો – પાવૈયો છે. જિજ્ઞાસા: એવું કયાં લખ્યું છે? સમાધાન: (“સમયસાર') ગાથાઃ ૪૧-૪રની ટીકામાં છે. “આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા...” શું અર્થ કર્યો છે કે - આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ તો જાણવું-દેખવું (છે). ભગવાન આત્માનું લક્ષણ કોઈ રાગ કરવો અને પરનું (કંઈ કરવું) એવું છે નહીં. અને શુભભાવથી ધર્મ થાય, એવું એનું લક્ષણ પણ નથી. (પણ આત્માનું એવું લક્ષણ નહીં જાણનારા-અજ્ઞ લોકો નપુંસકપણે અત્યંત વિમૂઢ છે). બીજે ઠેકાણે ગાથા-૧૫૪ની ટીકામાં છે. “સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ, (-નિજસ્વરૂપની પ્રાપ્તિ ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને, આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે”, સામાયિક અને સમ્યગ્દર્શન તો આત્માના ભવન અર્થાત્ આત્માના સ્વરૂપનું પરિણમન છે, “એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે તેની -પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે...” એ શુભ ભાવથી પાર ઊતરવાનું (પુરુષાર્થ) નથી કરતા અને શુભમાં રહે છે, એ નપુંસક છે. આત્માની ૪૭ શક્તિમાં એક વીર્ય નામની (શક્તિ) –ગુણ છે. તો વીર્ય ગુણનું કાર્ય શું? ભગવાન ત્યાં કહે છે કે પોતાના સ્વરૂપની રચના કરે તે વીર્ય. રાગની રચના કરે તે નપુંસક. સામાયિકની પ્રતિજ્ઞા કરે કે- “અમારે નવ કોટિએ રાગનો ત્યાગ !' પણ શુભભાવથી ખસતા-હુઠતા નથી, (તો) તે નપુંસક છે. નપુંસક ત્યાં-શુભભાવમાં રોકાઈ જાય છે. આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે. (એનું) કાર્ય શું? કે પોતાની શુદ્ધ-પવિત્ર શક્તિઓ અનંત છે, એની પર્યાયમાં રચના કરવી. વીર્યથી શુદ્ધતાની રચના કરવી એ વીર્યગુણનું કાર્ય છે. “શુદ્ધ સ્વરૂપની રચના કરવી” એ વીર્ય અર્થાત્ આત્માનો પુરુષાર્થ (છે). (જે) વીર્યથી પુત્ર-પુત્રી ઉત્પન્ન થાય છે તે તો જડ-માટી-ધૂળ છે. અહીં આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy