SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી આત્મા અને દ્રવ્યકર્મ, નોકર્મનો સંબંધ છે તથા અશુદ્ધ નિશ્ચયનયથી મતિજ્ઞાનાદિ વિભાવ ગુણ પર્યાય અને નર નારકાદિ વિભાવ દ્રવ્ય પર્યાયનો પણ આત્માની સાથે સંબંધ છે તોપણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ-આત્મામાં ઉપર કહેલો કોઈ પ્રકારનો સંબંધ નથી, એવું જે ચિદાનંદ ચિટૂપ એક અખંડ સ્વભાવવાળું શુદ્ધ સહજાત્મતત્ત્વ છે, તે જ સર્વપ્રકારે સત્ય છે. તે જ પરમાર્થરૂપ સમયસાર કહેવાય છે. તે શુદ્ધાત્મતત્ત્વ જ સર્વપ્રકારે ઉપાદેયભૂત છે અને તે સિવાય સકલ પદાર્થો હેય, તજવાયોગ્ય છે, એવી ચલ, મલિન અને અવગાઢ આદિ દોષોથી રહિત દઢ પ્રતીતિ થવીશ્રદ્ધા થવી તે સમ્યકત્વ કહેવાય છે. તેનું જે આચરણ અર્થાત તે સમ્યગ્દર્શનરૂપે પરિણમન તે દર્શનાચાર છે. ઉપરોક્ત શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં જ સંશય, વિપર્યય અને અનધ્યવસાયરહિત જે સંવેદનરૂપ ગ્રાહક બુદ્ધિ થવી, તે સમ્યજ્ઞાન છે. તેમાં આત્મપરિણતિ થવી તે સમ્યજ્ઞાનાચાર છે. સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોનો ત્યાગ કરી જે નિત્ય આનંદમય, નિજરસનો આસ્વાદ, નિશ્ચલ અનુભવ તે સમ્યફચારિત્ર છે, તેનું જે આચરણ એટલે તે રૂપે પરિણમવું તે ચારિત્રાચાર છે. પરવસ્તુની અભિલાષાનો ત્યાગ કરી આનંદમય શુદ્ધ-સહજામસ્વરૂપમાં તપવું તે તપ છે અને તેમાં –તપમાં પરિણમવું તે તપાચાર છે. પોતાની શક્તિને છૂપાવ્યા સિવાય શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે વીર્યાચાર છે. આ પ્રમાણે નિશ્ચય પંચાચાર કહ્યા. વ્યવહાર પંચાચારનું લક્ષણ આ પ્રમાણે છે –નિઃશંકિત આદિ આઠ ગુણવાળો બાહ્ય દર્શનાચાર છે; કાલ, વિનય આદિ આઠ ભેદવાળો બાહ્ય જ્ઞાનાચાર છે; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ તથા નિગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે; અનશનાદિ બાર ભેદવાળો બાહ્ય તપાચાર છે તથા સંયમમાં પોતાની શક્તિને ન ગોપાવવારૂપ બાહ્ય વીર્યાચાર છે. જેઓ ઉપરોક્ત પંચાચારમાં પોતે પ્રવર્તે છે તથા મોક્ષાભિલાષી શિષ્યોને પ્રવર્તાવે છે તે આચાર્ય કહેવાય છે, તેઓને હું નમું છું. પંચાસ્તિકાય, પદ્રવ્ય, સાત તત્ત્વ તથા નવ પદાર્થોમાં નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ જીવદ્રવ્ય, નિજ શુદ્ધ જીવતત્ત્વ, નિજ શુદ્ધ જીવપદાર્થ, જે પોતાના શુદ્ધભાવરૂપ છે, તે જ ઉપાદેય છે તેથી અન્ય સર્વ હેય છે એમ ઉપદેશે છે તથા શુદ્ધાત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, અને આચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક જે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તે માર્ગનું જેઓ કથન કર્યા કરે છે તે ઉપાધ્યાયોને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy