SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૭ ચિત્તને એકાગ્ર કરી આત્મદેવને મેં જાણ્યો નથી તેથી આટલા કાળ સુધી હું સંસારમાં રખડ્યો છું, અત્યારે આપ એવો ઉપદેશ આપો કે જેથી તે ભ્રમ ટળી જઈ આત્મ-જ્ઞાન પ્રગટ થાય. ૧૬૫ સમતા સહિત સર્વસંગ પરિત્યાગ કરવાથી સંસાર વિચ્છેદ થાય છે એમ કહે છે. सयलवि संग ण मिल्लिया णवि किउ उवसम-भाउ। सिव-पय-मग्गु वि मुणिउ णवि जहिं जोइहिं अणुराउ।।१६६ ।। सकला अपि संगा न मुक्ताः नैव कृतः उपशमभावः। शिवपदमार्गोऽपि मतो नैव, यत्र योगिनां अनुरागः।। १६६ ।। તજ્યા ન સંગ સમસ્ત મેં, કર્યો ન ઉપશમ ભાવ; શિવ-પદ પથ શ્રદ્ધયો ન, જ્યાં, મુનિઓનો વ૨ભાવ. ૧૬૬ घोरु ण चिण्णउ तव-चरणु जं णिय-बोहहँ सारु। पुण्ण वि पाउ वि दड़ढ णवि किमु छिज्जइ संसारु।।१६७।। घोरं न चीर्णं तपश्चरणं यत् निजबोधस्य सारम्। पुण्यमपि पापमपि दग्धं नैव किं छिद्यते संसारः।। १६७।। તપ્યો ન તપ હું ઘોર જે આત્મજ્ઞાનનો સાર; પુણ્ય-પાપ ના બાળિયાં, છેદું કયમ સંસાર? ૧૬૭ જો સર્વ સંગ (પરિગ્રહ) નો ત્યાગ કર્યો નહિ, ઉપશમભાવ ધારણ કર્યો નહિ, યોગીઓને પ્રિય એવા મોક્ષમાર્ગમાં શ્રદ્ધા કરી નહિ, કે આત્મજ્ઞાન સહિત તપશ્ચરણ કર્યું નહિ તથા પુણ્ય-પાપને બાળી નાખ્યાં નહિ તો આ અપાર સંસાર કેમ છેદાય? મિથ્યાત્વ (અતત્ત્વશ્રદ્ધા), રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગ્લાનિ અને વેદ એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહુ તથા ક્ષેત્ર, વાસ્તુ (ગૃહાદિ), હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસ, દાસી, કુપ્ય (વસ્ત્ર), ભાંડ (વાસણ આદિ), એમ દશ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે. તે બન્ને પ્રકારના પરિગ્રહનો મેં ત્યાગ કર્યો નહિ. અર્થાત્ તે વસ્તુઓની મમતા ન છૂટી. જીવન-મરણ, સુખ-દુ:ખ, લાભ-અલાભાદિમાં સમતા ન રાખી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ કલ્યાણના માર્ગને હું ભૂલ્યો. વ્યવહાર રત્નત્રય તથા નિશ્ચયરત્નત્રયને મેં ઓળખ્યાં નહિ, આત્માના વિકારોને જીતવા તપશ્ચરણ આદર્યું નહિ, અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy