SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૪૧ અણુમાત્ર પણ રાગ જો મનથી જગ ન તજાય; તો ૫૨માર્થ-પ્રવીણ પણ, ત્યાં સુધી મુક્ત ન થાય. ૮૧ હે જીવ, જે કોઈ મનમાં એક અણુમાત્ર પણ રાગ રાખે છે; પણ તેને જ્યાં સુધી છોડતો નથી ત્યાં સુધી આ સંસારમાં શબ્દોથી ૫રમાર્થને જાણવા છતાં તે મુક્ત થતો નથી. નિજ શુદ્ધાત્માના સ્વભાવરૂપ જ્ઞાનની વિધમાનતા છતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ લક્ષણવાળા વીતરાગ ચારિત્રની ભાવના વિના જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ અલ્પ પણ રાગભાવ છે ત્યાં સુધી મોક્ષ થતો નથી. ૮૧ बुज्झइ सत्थहँ तउ चरइ पर परमत्थु ण वेइ । ताव ण मुंचइ जाम णवि इहु परमत्थु मुणेइ ।। ८२ ।। बुध्यते शास्त्राणि तपः चरति परं परमार्थं न वेत्ति । तावत् न मुच्यते यावत् नैव एनं परमार्थं मनुते ।। ८२ ।। શાસ્ત્રો જાણે તપ કરે પણ ૫૨માર્થ અજાણ; ૫રમાત્મા ના અનુભવે ત્યાં સુધી મુક્તિ ન જાણ. ૮૨ આ જીવ શાસ્ત્રોને જાણે છે, તપ પણ કરે છે, પણ પરમાર્થ (૫૨માત્મા ) ને જાણતો નથી; અને જ્યાં સુધી તે ૫૨માત્માને ન જાણે ત્યાં સુધી કર્મથી મુક્ત થતો નથી. જોકે વ્યવહારથી આત્મા અધ્યાત્મશાસ્ત્રોથી જણાય છે, તોપણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ જણાય છે. અનશનાદિ બાહ્ય-અત્યંતર તપોથી પણ આત્મા સધાય છે; તોપણ નિશ્ચયથી વીતરાગ નિર્વિકલ્પ ચારિત્રથી જ આત્માની સિદ્ધિ છે. આત્મસ્વરૂપમાં વિશ્રાંતિ એ જ નિશ્ચય-ચારિત્ર છે. વીતરાગ ચારિત્ર વિના એકલા આગમજ્ઞાન તથા બાહ્ય-તપોથી આત્મસિદ્ધિ થતી નથી. સ્વરૂપ-૨મણતાથી જ આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે, અર્થાત્ કર્મબંધનથી છૂટવાનું મુખ્ય કારણ એક યથાર્થ આત્મજ્ઞાન તથા આત્મ-લીનતા છે. પૂર્વોક્ત લક્ષણ, ૫૨માર્થ-પરમાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વિના બીજો મોક્ષનો માર્ગ નથી. તે વિનાનાં બીજાં સાધન પુણ્ય-બંધનાં કારણ થાય છે. શાસ્ત્રાભ્યાસ પણ આત્મજ્ઞાન માટે કરાય છે, બીજા અર્થે જો કરવામાં આવે તો તે સાર્થક નથી. જેમ દીપકના પ્રકાશથી ઇચ્છિત વસ્તુ જોઈ તપાસીને ગ્રહણ કરાય છે, પછી દીપકને તજી દેવાય છે તેમ શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ કરનારાં અધ્યાત્મશાસ્ત્રોથી આ જીવે શુદ્ધ આત્મ-તત્ત્વને જાણીને, ગ્રહણ કરીને તે શુદ્ધાત્મતત્ત્વનો જ અનુભવ કરવો જોઈએ અને પછી શાસ્ત્રોના વિકલ્પો પણ તજી દેવા જોઈએ. કારણ કે શાસ્ત્ર દીપક સમાન છે અને આત્મવસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy