SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates યથાર્થ પ્રતીતિ આવતી નથી. તેની સત્યશ્રદ્ધાનું બાહ્ય કારણ સત્પુરુષોનો સમાગમ તથા તેઓનાં કહેલાં વચનોનું નિરંતર હૃદયની શુદ્ધિપૂર્વક નિષ્પક્ષપાતપણે શ્રવણ તથા મનન છે. અને અત્યંતર કારણ દર્શનમોહનીયનો ક્ષય ક્ષયોપશમ તથા ઉપશમ છે. વીતરાગશ્રુતના અભ્યાસથી દર્શનમોહનીય કર્મનો અનુભાગ (રસ) ઓછો થાય છે અને કાળે કરીને જીવ તત્ત્વની સમ્યક્ પ્રતીતિને પામે છે. આ પરમાત્મ-પ્રકાશ (શાસ્ત્ર) માં ગ્રંથકારે આત્મા પરમાત્મા કેમ થાય છે, તે સંબંધી બહુ સારી રીતે પ્રકાશ પાડયો છે. પરમાત્મ તત્ત્વને સમજવા માટે આના જેવો સરળ અને સુંદર ગ્રંથ ભાગ્યે જ કોઈ હશે. મુમુક્ષુઓને તો આ ગ્રંથ અવશ્ય મનન કરવા તથા વિચારવાયોગ્ય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કેવો છે? વ્યવહારનયની દૃષ્ટિમાં જે ભેદો દેખાય છે તેનો આત્માની સાથે કેવો સંબંધ છે, આત્મા કઈ અવસ્થામાં આવ્યો હોય તો મોક્ષ થાય ઈત્યાદિ વાતો પાઠકોને અન્ય ગ્રંથોની સહાય વગર પણ સમજાય એવી આ ગ્રંથની રચના છે. આચાર્યે એક એક વાતને સમજાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ગ્રંથકાર કોઈ અપૂર્વ પ્રતિભાશાળી હતા એમ ગ્રંથની શૈલી પરથી ભાસ થાય છે. જે વસ્તુ આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીએ સમયસાર, પ્રવચનસાર તથા નિયમસારમાં પ્રગટ કરી છે તે વસ્તુ જ સંક્ષેપમાં શ્રી જોઈન્દુદેવે આ ગ્રંથમાં સમાવી દીધી છે. શાંત તથા વૈરાગ્યયુક્ત ચિત્તથી જો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવશે તો મને લાગે છે કે જીવ અવશ્ય આત્મકલ્યાણ કરી શકશે. તે આ ગ્રંથ ઉપર શ્રી બ્રહ્મદેવની અતિશય સરળ સંસ્કૃત ટીકા છે, અનુસારે પં. દૌલતરામજીએ હિન્દી ભાષામાં તેનો અંશતઃ અનુવાદ કર્યો છે. અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રધાનપણે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી વસ્તુસ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે; જેથી જીવ વર્તમાનની ર્કાધીન અવસ્થાને મૂળ સ્વરૂપ ન માની પોતાના મૂળ સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય આપે. શુદ્ધાત્મસ્વરૂપનું લક્ષ્ય જ આત્માને શુદ્ધતા ભણી પ્રેરે છે. વ્યવહારનય આત્માના મૂળ સ્વરૂપને ગૌણ કરીને કર્મનિત ભાવોને આત્મસ્વરૂપ ક્લે છે. બન્ને નયોને યોગ્ય રીતે જાણવાથી શંકાઓને અવકાશ જ નથી. નય વસ્તુ સમજવાની દૃષ્ટિ છે. બન્નેય પોતપોતાની દૃષ્ટિએ સત્યને પ્રતિપાદન કરે છે, પણ એક્બીજાનો વિરોધ કરતા નથી, અપેક્ષા રાખીને વાત કરે છે. કેટલાક માણસોની માન્યતા છે કે અધ્યાત્મશાસ્ત્રોના શ્રવણથી અથવા વાંચનથી આત્મા શુષ્ક થઈ જાય છે, જપતપ આદિ ઉ૫૨ રુચિ રહેતી નથી. પણ તેમાં અધ્યાત્મશાસ્ત્રોનો શો વાંક? કોઈ પણ વીતરાગ શ્રુતમાં ક્રિયાકાંડ, જપતપ આદિ તજીને શુષ્ક બની જવાનો ઉપદેશ કે આદેશ નથી. અધ્યાત્મશાસ્ત્રોથી તો આત્મભાવના વિશેષ દૃઢ થઈ જે માર્ગેથી કર્મક્ષય થાય તે માર્ગ વીતરાગના ઉપાસકો ભાવ-ભક્તિ સહિત આદરે છે. પહેલો ત્રિવિધ આત્માધિકાર અને બીજો મોક્ષ માર્ગાધિકાર એમ આ ગ્રંથમાં બે અધિકાર છે. પ્રથમ અધિકારમાં મંગલાચરણ પછી જ શ્રી પ્રભાકર ભટ્ટ આચાર્યશ્રીને પૂછે કે હે ભગવાન્ ! આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં માર્ચે અનંતકાલ વ્યતીત થયો છે. તેમાં મને કોઈ સમયે સુખની પ્રાપ્તિ થઈ નથી પણ અપાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy