SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમસાર] [૪૭ નરકના નારકીને સ્વર્ગના સુખની ગંધ નહીં, સ્વર્ગના દેવને નરકના દુઃખની ગંધ નહીં, રાગમાં ધર્મની ગંધ નહીં, પરમાણુમાં પીડાની ગંધ નહિ, સૂર્યમાં અંધકારની ગંધ નહિ અને સુખ સ્વભાવમાં સંસારદુ:ખની ગંધ નહિ. ૧૫૫. પ્રશ્નઃ- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ શું છે? ઉત્તર:- પરનો કર્તા આત્મા નથી, રાગનો પણ કર્તા નથી, રાગથી ભિન્ન જ્ઞાયક મૂર્તિ છું-એવી અંતરમાં પ્રતીતિ કરવી એ વિધિ છે. અહાહા! આવો સમય મળ્યો છે એમાં તો આત્માને રાગથી જુદો કરી દેવાનો આ કાળ છે. ૧૫૬, જયધવલમાં આવે છે કે, થાંભલાની એક હાંસ-પહેલ ખ્યાલમાં આવતાં આખો થાંભલો ખ્યાલમાં આવી જાય છે તેમ મતિજ્ઞાન કેવળજ્ઞાનનો અવયવ છે. તેથી તે એક અંશનું જ્ઞાન થતાં કેવળજ્ઞાનની પ્રતીત આવી જાય છે. ૧૫૭. પ્રશ્ન- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે? ઉત્તર:- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ (જ્ઞાન) સ્વપ્રકાશક છે પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પર પ્રકાશક ન હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક જ છે. ૧૫૮. પ્રશ્ન:- ચૈતન્યતત્ત્વનો રસ લગાડવાથી શું લાભ થાય ? ઉત્તરઃ- ચૈતન્યતત્ત્વનો રસ લગાડવાથી આત્મામાં સંસ્કાર પડે છે. સંસ્કાર દઢ થાય છે. ૧૫૯. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy