SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંપાદકીય ઉપકારી પૂ. આ અનંત ગુરુદેવશ્રીના ૧૦૦૮ વચનરત્નોના સંગ્રહરૂપે ‘પરમાગમસાર ” નામક ગ્રંથ પ્રકાશિત કરતાં અમોને હર્ષ થાય છે. પૂ. ગુરુદેવશ્રીએ અનેક વર્ષો સુધી સોનગઢમાં બિરાજમાન રહી. દિ. જૈન આચાર્યો રચિત ૫૨માગમો અને અનુભવ પ્રકાશ, મોક્ષમાર્ગ પ્રકાશ-જેવા અધ્યાત્મિક ગ્રંથો ઉપર અનેક વિશદ પ્રવચનો કરેલાં છે; આવા સેંકડો પ્રવચનો “ આત્મધર્મ ” અને “પ્રવચન પ્રાસાદ” માં પ્રસિદ્ધ થયેલાં છે. તેમાંથી સારભૂત વચનો ચૂંટીને આ ‘પરમાગમસાર' માં ગ્રંથારૂઢ કરવામાં આવ્યાં છે. આ રીતે પરમાગમો ઉ૫૨ થયેલાં પ્રવચનોના દોહનરૂપ હોવાથી, આ ગ્રંથનું નામાભિધાન ૫૨માગમસાર-યથા અર્થમાં આપેલ છે. વચનોની પસંદગી કરવામાં, ચારે અનુયોગમાં પ્રરૂપિત સિદ્ધાંતો, અધ્યાત્મિક સિદ્ધાંતો, નૈતિક સિદ્ધાંતો વગેરે વિષયોની વિશાળતા અને પૂ. ગુરુદેવના શ્રીમુખે પ્રગટતી જે તે વિષયોની વિવિધતા, મૌલિકતા વગેરેને ધ્યાનમાં લઈને વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવેલ છે. આ રીતે પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોના વિશાળ ફલક ઉ૫૨ થયેલ આ ગ્રંથની રચના એક ઐતિહાસિક ગ્રંથ બની રહેશે. 66 પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો અનેક ભવ્યજીવોએ લીધો છે અને તેમની વાણીમાં રહેલાં અતિશયનો અનુભવ તે સર્વને થયો છે. પૂ. ગુરુદેવની એવી સાતિશય વાણીનું વર્ણન કરવું તે મારી શક્તિ બહારની વાત છે. તેઓશ્રીને “શ્રુતની લબ્ધિ હતી ” એવું જે પૂ. બહેનશ્રીને અનુભવાયું છે અને (વચનામૃતમાં) કહ્યું છે, તે યથાર્થ જ છે, તેઓશ્રીના નિર્મળ ભાવશ્રુત જ્ઞાનમાં, અધ્યાત્મનાં અનેક ગૂઢ રહસ્યો ભાસ્યમાન થઈને વચનરૂપે વ્યક્ત થયાં છે. સાદી ભાષામાં પણ છણાવટ કરવાની વિશદ શૈલીમાં અધ્યાત્મની અનેકવિધ સૂક્ષ્મતા, ( આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ અને પ્રાપ્તિની વિધિ) પુરુષાર્થ પ્રેરક તીક્ષ્ણતા, સ્વાનુભવની અભેદતા આદિ અલૌકિક ગુણોથી વિભૂષિત એવી તેઓશ્રીની વાણીમાં, લૌકિક વકતૃત્વકળાની કૃત્રિમતા ન હોવા છતાં, વિદ્વાનમાં વિદ્વાન શ્રોતા અને અભણમાં અભણ શ્રોતા ઉપર કોઇ એવી અવર્ણનીય પ્રભાવિત અસર થતી કે હજારો શ્રોતાઓ પ્રવચનમાં જાણે મંત્ર મુગ્ધ થઈને ડૂબી જતાં. તેમનાં શ્રોતાગણમાં જૈન અને જૈનેતરનો વિશાળ સમુદાય છે, તેમાં સૌને પોતાને યોગ્ય એવું કાંઈક મળી રહેતું અને તેથી સોનગઢ જેવાં સૌરાષ્ટ્રની અંદરના ભાગમાં આવેલા નાના ગામમાં પણ આખા દેશના ખૂણે ખૂણેથી હજારો માણસો તેમના પ્રવચન શ્રવણના લાભાર્થે આવતા હતા; આવો ક્રમ અનેક વર્ષો પર્યંત છેવટ સુધી ચાલુ રહ્યો, તે ઉપરોક્ત આકર્ષણની પ્રતીતિરૂપે હતું. પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચનો દ્વારા જે ‘સત્' નો પ્રકાશ કર્યો, તેથી વર્તમાન અને ભાવિ મુમુક્ષુ સમાજ ઉપર તેઓશ્રીનો અમાપ ઉપકાર વર્તે છે. જે વચનના નિમિત્તે સંસાર પરિભ્રમણથી સંતૃપ્ત જીવનું ભવભ્રમણ ભાંગી જાય, તે વચનોનું મૂલ્ય શું થઈ શકે? તથા પ્રકારે ઉપકૃત એવા નિકટ ભવ્યજીવોના ભક્તિ અને બહુમાન ભર્યા ભાવો ઘટ અંતરમાં સમાતા નથી, ત્યારે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના બંધનને તોડીને પ્રવર્તવા લાગે છે. જેની પ્રતીતિ પૂ. બહેનશ્રી અને પૂ. સોગાનીજીનાં વચનોથી પ્રસિદ્ધપણે થઈ છે. સનાં દાન દેનાર, એવા અનુપમ ઉપકારી પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિવશ, તેઓશ્રીની સત્ પ્રરૂપણાનો જગતમાં પ્રસાર થાય તેવી ભાવનાનો ભાવ આ ગ્રંથનું પ્રકાશન થવામાં પ્રેરક થયો છે; Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy