SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] [ પરમાગમસાર મને આ ગુણ છે એમ કહે છે તે મને આળ આપે છે. અજ્ઞાનીને પોતામાં ગુણ ન હોવા છતાં તેની ભાવના એમ રહ્યા કરે છે કે, મને કોઈ ગુણી માને તો ઠીક. આ તેનું અજ્ઞાન છે. ૧૦૮. * એક અવગુણ ટળે ત્યાં તેની સામે ગુણ પ્રગટ થવો જ જોઈએ. ગુણ પ્રગટ થાય તો જ અવગુણ ટળ્યો કહેવાય. ૧૦૯. * આકુળતાવાળા સુખથી પણ શરીરનો વ્યાધિ ભૂલી જવાય છે તો અનાકુળતાવાળા સુખથી જગત કેમ ન ભુલાય? અર્થાત્ આત્માના સાચા સુખ વડે સંસારનાં ગમે તેવાં ઘોર દુઃખો પણ ભૂલી જવાય છે. ૧૧૦. * જગતનો પ્રેમ ઘટાડયા સિવાય પરમેષ્ઠીના હૃદયમાં શું છે? તેના કાળજામાં શું છે?-તે સમજાય નહિ. માટે પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવા જગતનો પ્રેમ ઘટાડવો. ૧૧૧. * પ્રશ્ન:- જ્ઞાન જ્ઞાનને તો કરેને? સમાધાનઃ- એકલા જ્ઞાનને ન પકડવો, આખા આત્માને અનુભવવો, આ જ્ઞાન-પ્રધાન કથન છે પણ જ્ઞાન સાથે બધી શક્તિના નિર્મળ પરિણામ વડે આત્મા પરિણમે છે. ૧૧૨. * પ્રભુ તો ચૈતન્યધન છે જેમાં મોક્ષ ને મોક્ષમાર્ગનું કરવું નથી, બંધ ને બંધના કારણનું કરવું નથી. બંધ-મોક્ષના કારણ અને બંધ-મોક્ષના પરિણામથી સમ્યગ્દર્શનનો વિષય ધ્રુવ ભગવાન શૂન્ય છે. સમ્યગ્દર્શનના પરિણામથી પણ ત્રિકાળી ધ્રુવ શૂન્ય છે. ઉત્પાદ-વ્યય તો પરિણામ છે, તેને (ધ્રુવ) સ્પર્શતું જ નથી તો કરે શી રીતે ? ૧૧૩. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy